હાંસોટ તાલુકાના કતપોર ગામે ભરૂચ જિલ્લા ના માછીમાર પરિવારોને દરિયાઈ – સુરક્ષા અને જનજાગૃતિ માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લા એસ. ઓ. જી. પોલીસ દ્વારા કતપોર ગામના ડીઝાસ્ટર મેનેજમેન્ટનાં સભાખંડમાં હાંસોટ દરિયા કાંઠાના ગામોનાં માછીમારોનાં પરિવારને સુરક્ષા અને જનજાગૃતિ માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં દરિયા કિનારે નવા કે અજાણ્યા વ્યક્તિ કે શકમંદ વ્યક્તિ લાગે તો તત્કાકિલ ધોરણે ૧૦૮,પોલીસ અથવા તો ગામનાં તલાટી – સરપંચને જાણ કરવી, અવાવરૂ જગ્યાએ અજુગતું પ્રવૃત્તિ ચાલતી હોય તો તેની પણ તપાસ કરવા પોલીસનું ધ્યાન દોરી અને જ્યારે પણ માછીમારી કરવા દરીયામાં જાવ ત્યારે સરકારમાં રજીસ્ટ્રેશન કરેલી બોટ લઈને જવું તથા રાષ્ટ્રહિત માટે દેશના માટે યોગદાન આપવા અને સુરક્ષા હાંસલ કરવા મદદ રૂપ થવા હાકલ કરી હતી.

દરમિયાન એસ. ઓ. જી. પી. આઈ. પી. એન. પટેલ ભરૂચ, પી. એસ. આઈ. એ. એચ. પટેલ. હાંસોટ ફિશરીંગ ભરૂચ ના વી. એમ. શર્મા તથા સામાજીક અને ન્યાય સમિતિ અધ્યક્ષ જેરામભાઈ રાઠોડ તથા માછીમારો અને શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY