ભરૂચ : સોનેરી મહેલ ખાતે ભરાતો મેઘરાજાનો મેળો રદ, નહિ જોવા મળે ઝુલતી છડી

0

ભરૂચના સોનેરી મહેલ ખાતે સાતમથી દશમ સુધી ભરાતા મેઘરાજાના મેળાને ચાલુ વર્ષે કોરોના વાયરસના કારણે રદ કરવામાં આવ્યો છે. મેળો ભલે રદ થયો હોય પણ મેળાની રંગત કેવી હોય છે તે અમે તમને બતાવી રહયાં છે.

ભરૂચના સોનેરી મહેલ વિસ્તારમાં સાતમથી દશમ સુધીના દિવસોમાં માનવ મહેરામણ ઉમટી પડે છે. પાંચબત્તીથી ભોઇવાડ સુધી તમને હજારો લોકોની હાજરી જોવા મળતી હોય છે. હજારોની જનમેદની ભોઇવાડમાં સ્થાપિત મેઘરાજાના દર્શન માટે જતી હોય છે. મેળાના દિવસો દરમિયાન ભોઇ, વાલ્મિકી અને ખારવા સમાજની છડીઓ પણ આર્કષણ જમાવતી હોય છે. સોનેરી મહેલ તથા ભોઇવાડના ચોકમાં છડીઓને ઝુલતી જોવી તે પણ એક લ્હાવો છે.

ચાલુ વર્ષે કોરોના વાયરસના કારણે મેઘરાજાના મેળાને રદ કરી દેવામાં આવતાં ઉજવણી ફીકી પડી ચુકી છે. બુધવારે જન્માષ્ટમીના દિવસે સોનેરી મહેલથી ભોઇવાડ સુધીના વિસ્તારમાં લોકોની ઓછી ચહલપહલ જોવા મળી હતી. મેળો ભલે ન ભરાયો હોય પણ અમે તમને બતાવી રહયાં છે મેઘરાજાના મેળાની રંગત કેવી હોય છે. જુઓ ગત વર્ષે ભરૂચમાં ભરાયેલાં મેળાના કેટલાક દ્રશ્યો નિહાળો..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here