Connect Gujarat
Featured

ભરૂચ : કોરોના વોરિયર્સ તરીકે કાર્યરત જિલ્લાભરમાં 108ના કર્મીઓએ કરી રક્ષાબંધનની વિશેષ ઉજવણી

ભરૂચ : કોરોના વોરિયર્સ તરીકે કાર્યરત જિલ્લાભરમાં 108ના કર્મીઓએ કરી રક્ષાબંધનની વિશેષ ઉજવણી
X

ભરૂચ જીલ્લામાં કોરોના વોરિયર્સ તરીકે કાર્યરત 108 ઇમરજન્સી સેવા દ્વારા રક્ષાબંધનના તહેવારની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.

ભરૂચ જીલ્લા 108 ઇમરજન્સી સેવામાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 108 ઇમરજન્સી સેવામાં ફરજ બજાવતી મહિલા કર્મચારીઓએ સહકર્મી ભાઈઓના હાથે રાખડી બાંધી સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરી હતી.

ભરૂચ જિલ્લા 108 ઇમરજન્સી સેવાના કર્મચારીઓ લોકોના જીવ બચાવવા માટે કાયમ કટિબદ્ધ રહે છે. સામાન્ય દિવસ કરતા તહેવારના દિવસોમાં ઈમરજન્સી વધવાની શક્યતાઓ વધુ રહે છે. જેથી ભરૂચ જિલ્લા 108 ઇમરજન્સી સેવાના કર્મચારીઓ દ્વાર પૂર્વ તૈયારીનું તમામ આયોજન કરવામાં આવે છે. ઉપરાંત કોઈ પણ પ્રકારની ઈમરજન્સીને પહોંચી વળવા 108 સેવાના કર્મીઓ સતત ખડે પગે તૈયાર રહે છે.

Next Story
Share it