Connect Gujarat

ભરૂચ : કોરોના વાયરસથી બચવા ભોલાવ એસ.ટી. ડેપો ખાતે અમૃતપેય ઉકાળા-આયુર્વેદિક દવાનું કરાયું વિતરણ

ભરૂચ : કોરોના વાયરસથી બચવા ભોલાવ એસ.ટી. ડેપો ખાતે અમૃતપેય ઉકાળા-આયુર્વેદિક દવાનું કરાયું વિતરણ
X

ભરૂચ શહેરના ભોલાવ વિસ્તાર સ્થિત એસ.ટી. ડેપો ખાતે કોરોના વાયરસના ચેપથી બચવા માટે મુસાફરોને આયુર્વેદિક અમૃતપેય ઉકાળા તેમજ આયુર્વેદિક દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

હાલ વિશ્વભરમાં કોરોના વાયરસનો કહેર વર્તાઇ રહ્યો છે, ત્યારે ગુજરાત સરકાર પણ કોરોના વાયરસને પહોચી વળવા સતર્ક બની છે. ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઠેર ઠેર લોકોને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે ભોલાવ વિસ્તાર સ્થિત એસ.ટી. ડેપો ખાતે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ સુરભી તમાકુવાલા તેમજ ડેપો મેનેજરની ઉપસ્થિતિમાં આયુર્વેદિક અમૃતપેય ઉકાળા તથા આયુર્વેદિક દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કોરોના વાયરસથી બચવા એસ.ટી. વિભાગના કર્મચારીઓ દ્વારા માઇક પર જરૂરી એનાઉન્સ કરી લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત મુસાફરો માટે હેન્ડ સેનિટાઇઝરની વિશેષ સુવિધા પણ કરવામાં આવી હતી, તો સાથે સાથે તમામ એસ.ટી. બસોમાં દવા છાંટી સેનિટાઈઝ કરવામાં આવી હતી.

Next Story
Share it