Top
Connect Gujarat

ભરૂચમાં વસતુ એક એવું પરીવાર કે જે કહે છે “દાન નહીં પણ કામ આપો” જાણો શું છે હકીકત

ભરૂચમાં વસતુ એક એવું પરીવાર કે જે કહે છે “દાન નહીં પણ કામ આપો” જાણો શું છે હકીકત
X

સામાન્ય રીતે જીવન જીવવા સાથે કુદરતની કરામત નિહાળવા માનવીને શું જોઇએ ? જવાબ છે તેની આંખો. આ આંખો કે જેના વિના માનવી કુદરતની રચનાને માણવાથી વંચિત તો બને છે પણ સાથે સાથે તેના માટે અજવાળું કે અંધારૂં એક સમાન બને ત્યારે વિચારો જીવન જીવવું કેટલું કઠીન બને છે. આપણા જીવનમાં દેખાવ અને લક્ષણો માટે માતા પિતાનો વારસો મળતો હોય છે. એક પિતાના મન મારા દિકરાઓને એટલી મિલ્કત આપું કે તે સુખે જીવી શકે,તો માતાને મન મારો દિકરો બધામાં શ્રેષ્ઠ શ્રવણ બનેની ઇચ્છા ધરાવે છે.

અહીં વાત કરવી છે ભરૂચના એક એવા પરિવારની કે જેને વારસામાં કોઇ મિલ્કત નહીં પણ મળ્યો છે અંધાપો. ભરૂચમાં જ વસતુ એક એવું પરિવાર કે જેમાં કોઇ પણ સદસ્ય વાત એક એવા અંધ પરિવારની કે જેના ચાર માંથી ત્રણ સભ્યો નાનપણથી જ અંધ હોવા છતાં મહેનત મજુરી કરીને ખુદ્દારીનું જીવન જીવે છે. અપૂરતી આવક હોવાને કારણે બે છેડા ભેગા ન થઈ શકવાથી માથે લાખો રૂપિયાનું દેવું ચઢી ગયું છે, છતાં હજુ સુધી કોઇની સામે ભીખ માટે હાથ લંબાવ્યો નથી. દેશમાં સાયંન્સે આટલી તરક્કી કરી છતાં પણ આ પરિવારની રેટીનીટસ પીગમેન્ટોસાની બિમારી માટે તબીબોએ પણ નતમસ્ત થઈ કહ્યું આનો કોઇ જ ઇલાજ નથી.

ભરૂચના પીરકાંઠી વિસ્તારમાં રહેતા ગુલામ મુસ્તુફા ગુલામ રસુલ પોતે અંધ હતા. જેઓ બે વર્ષ પૂર્વે જ જન્નતનશીન થયા છે. તેમની પત્ની કુરેશાબીબીને પણ બી.પી. અને મણકાની તકલીફથી પીડાય છે. તો કુદરતનો કહેર હોય તેમ તેમના ત્રણેવ પુત્ર મોહમદ મુનાફ ગુલામ મુસ્તુફા, મોહમદ મુબિન ગુલામ મુસ્તુફા અને તનવીર હુશેન ગુલામ મુસ્તુફા ને પણ પિતાની સંપત્તી નહીં પણ વારસામાં મળ્યો પિતાનો અંધાપો અને એક જ પરિવારના આ ત્રણેવ ભાઇઓ બન્યા રેટીનીટસ પીગમેન્ટોસ એટલે કે રતાંધળાપણાની બિમારીનો ભોગ.

વાત આ ત્રણ ભાઇઓથી નથી અટકતી પણ ગુલામ મુસ્તુફાના પરિવારમાં માતા અને પિતા પક્ષના ૧૩ જેટલા સભ્યો પણ નેત્રહિન છે. છતાં આ પરિવાર હિંમતભેર મહેનત કરી પેટીયું રળે છે.જેમાં ૪૨ વર્ષીય મુહમદ મુનાફ સમોસા, ખમણની લારી ચલાવે છે. આ કામમાં તેની પત્ની મદદ કરે છે (પત્ની જોઈ શકે છે) તેમને પણ ૨ છોકરા છે જે હાલ નોર્મલ છે અને ભણે છે. જેમાં અંગ્રેજી માધ્યમમાં પીરકાંઠી વિસ્તારમાં હમજા પ્રાઇમરીમાં એક ૮માં ઘોરણમાં અને બીજો ૧લામાં અભ્યાસ કરે છે.૪૦ વર્ષીય મોહમદ મુબિન હાલમાં ઓર્થો મસાજ કરે છે. ખિદમતે ખલક દ્વારા ચલાવતા ક્લાસમાં તાલીમ આપે છે અને બહાર પણ ઘરે મુલાકાતી આપી સેવા આપે છે. અને ગુજરાન ચલાવે છે. એક ૬ વર્ષનો છોકરો છે.તેની આંખની દ્રષ્ટિ નોર્મલ છે.તો ૩૮ વર્ષનો તનવીર હુશેન પોતાના મમ્મી સાથે ચાદર, તકિયાના કવર કટપીસ વિગેરે વેચવાનું કામ કરે છે. આ બધા એકજ સાથે ત્રણ રૂમ તથા રસોડાના ખુબજ નાના મકાનમાં રહે છે.

નાના પરિવારમાં રહી મહેનત મજૂરી કરી જીવન નિર્વાહ કરતા આ પરિવારની બિમારીએ ડોક્ટરના કહેવા મુજબ ૧૨ થી ૧૩ વર્ષ ની ઉમર પછી ધીમે ધીમે આ અંધત્વ આવેલ હોવાનું અને આ એક જેનેટીક પ્રોબ્લેમ હોવાનું આંખોના નિષ્ણાંત તબીબ ડૉ.સંદિપ ઠકાર કહે છે.સાથે સાથે આ બિમારીનો હજુ કોઇ ઇલાજ ન હોવાનું જણાવવા સાથે આ વારસાગત બિમારી પછીની પેઢીમાં ન આવે તે માટે ફેમીલી પ્લાનીંગની સલાહ પણ તબીબો આપતા હોવાનું તોઓએ કહ્યું હતું.

આપણા સમાજમાં કુદરતી ખોડખાપણ ધરાવતી વ્યક્તિઓ કે જે જુદરતે આપેલી ચેલેન્જને સ્વીકારી પોતે વિભિન્ન છે તે પુરવર કરવા માટે આંખે ના દેખાતું હોય અને પોતે મંદબુદ્ધીના ના હોવા છતાં હાથપગ કામ કરતા હોય ખુદ્દારીથી જીવન જીવવા માંગતા અને અમોને દાન નહીં પણ કામ આપોની હાક મારતા લોકો આ સમાજ માટે ખરેખર ઉદાહરણ સ્વરૂપ છે અને તેમાંનું જ આ એક કુટુંબ છે જે ઝઝુમે છે કુદરતની આ બક્ષીસ સામે.તો આવા પરિવારને માંભેર કામ આપઈ મદદરૂપ બનવું એ આપણી પણ ફરજ છે.

Next Story
Share it