Connect Gujarat
Featured

ભરૂચ : સબજેલમાંથી કાચા કામના કેદી પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યો, બી’ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ ફરીયાદ

ભરૂચ : સબજેલમાંથી કાચા કામના કેદી પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યો, બી’ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ ફરીયાદ
X

ભરૂચની સબજેલ ખાતે

ચુસ્ત પોલીસકર્મીઓ ખડે પગે તૈનાત હોવા છતાં ભૂતકાળમાં અનેક વખત જેલમાંથી મોબાઇલ

ફોન મળી આવ્યા હતા, ત્યારે વધુ એક વખત કાચા કામના એક કેદી પાસેથી મોબાઇલ

ફોન મળી આવતા ભરૂચ સબજેલની કાર્યવાહી સામે મોટો પ્રશ્ન ઉભો થયો છે.

મળતી માહિતી અનુસાર, ભરૂચ સબજેલમાં કાચા કામનો એક કેદી મહંમદ શાબાદ આરારૂલ ઉર્ફે પીર મહંમદ શેખ વારંવાર બેરેકમાં આવેલ બાથરૂમમાં જતો હતો, ત્યારે અન્ય કાચા કામના એક કેદી નામે શાન મહંમદ અન્સારીને શંકા જતા તેણે મહંમદ શાબાદને પૂછતાછ કરતાં તેની પાસે મોબાઈલ હોવાનું બહાર આવ્યું હતું. શાન મહંમદે નાઈટ વોચમેન તરીકે કામ કરતા પાકા કામના કેદી વિજય રમેશ વસાવાને મોબાઈલ અંગે જાણ કરતા બન્નેએ રાત્રિ દરમ્યાન બૂમાબૂમ કરી હતી. જેના પગલે ફરજ બજાવતા જેલ સહાયક ચંદ્રેશ ગોહિલ અને જીગ્નેશ રાવ બેરેકમાં દોડી આવ્યા હતા.

શાન મહંમદ અને વિજય વસાવાએ જેલ સહાયકને મહંમદ શાબાદ શેખ પાસે મોબાઈલ ફોન હોવાનું જણાવતા તેમણે તેની પાસેથી સેમસંગ કંપનીનો મોબાઈલ જપ્ત લીધો હતો. જોકે મોબાઈલમાં સીમકાર્ડ ન હતું. મોબાઈલ મળી આવતા ગૃપ-2ના જેલર બાલુ સોમાભાઇ માછીએ બી’ ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે મહંમદ શાબાદ શેખને મોબાઈલના માધ્યમથી કોની કોની સાથે વાત કરી છે, કોઇ ગુનાહિત પ્રવૃત્તિ કરી છે કે નહીં, જેલના અન્ય કોઈ કેદીઓએ આ મોબાઈલ ફોનનો ઉપયોગ કરેલો છે કે કેમ તેમજ જેલમાં મોબાઈલ કેવી રીતે લાવવામાં આવ્યો અને મોબાઈલ લાવવામાં જેલના કોઈ કર્મચારી સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

Next Story