Connect Gujarat
Featured

ભરૂચ : વરસાદમાં ટેબલ વેચવા નીકળ્યો ફેરિયો, રસ્તામાં તેની સાથે જે બન્યું તે જોઇ તમે પણ ચોંકી જશો

ભરૂચ : વરસાદમાં ટેબલ વેચવા નીકળ્યો ફેરિયો, રસ્તામાં તેની સાથે જે બન્યું તે જોઇ તમે પણ ચોંકી જશો
X

ભરૂચમાં વરસી રહેલાં અનરાધાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે ત્યારે શહેરમાં વરસાદની સાથે માનવતા પણ વરસી હોય તેવું દ્રશ્ય સેવાશ્રમ રોડ પર જોવા મળ્યું હતું.

બે મહિનાના લોકડાઉન બાદ ધીમે ધીમે વેપાર -ધંધાની ગાડી પાટા પર આવી રહી છે. કોરોના વાયરસના કહેર વચ્ચે હવે ચોમાસાની જમાવટ થતાં નાના વેપારીઓ અને ફેરિયાઓની હાલત કફોડી બની છે. પાપી પેટનો ખાડો પુરવા માટે ગમે તેવી સ્થિતિ હોય મહેનત તો કરવી જ પડતી હોય છે.

ગુરૂવારના રોજ વરસતા વરસાદમાં એક ફેરિયાો સાયકલ પર લાકડાના ટેબલો મુકી વેચવા માટે નીકળ્યો હતો. તે સેવાશ્રમ રોડ પરથી પસાર થઇ રહયો હતો તે સમયે તેણે થોડો વિસામો લેવાનું નકકી કર્યું હતું. તે પોતાની સાયકલ સાઇડમાં લઇ રહયો હતો તે વેળા પાછળનું પૈંડુ ખાડામાં ફસાય ગયું હતું.

સાયકલ પર રહેલાં ટેબલોના કારણે તે સાયકલ બહાર કાઢવા મથામણ કરી રહયો હતો આ ફેરિયા ઉપર એક સેવાભાવી વ્યકતિની નજર પડી હતી અને તે તરત તેની પાસે દોડી ગયો હતો અને સાયકલ બહાર કાઢવામાં મદદ કરી હતી. ટેબલ વેચતા ફેરિયાના ચહેરા પર માનવતા હજી જીવંત છે તેનો આનંદ હતો જયારે સેવાભાવી વ્યકિતના મુખ પર કોઇને મદદ કર્યાનો ભાવ સ્મિત બની છલકી રહયો હતો.

Next Story