Connect Gujarat
ગુજરાત

ભરૂચના ટંકારીયા ખરી મેદાન પર વિન્ટર ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ

ભરૂચના ટંકારીયા ખરી મેદાન પર વિન્ટર ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ
X

ભરૂચ તાલુકાના ટંકારીયા ગામના સુવિખ્યાત ખરી મેદાન પર દર વર્ષે યોજાતી ઓપન નોકઆઉટ વિન્ટર ક્રિકેટ ટુર્નામેન્ટનો રવિવારના રોજ વિધિવત રીતે પ્રારંભ થયો હતો.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="71619,71620,71621"]

ભરૂચ જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય મકબુલભાઇ અભલીએ ટોસ ઉછાળી ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો. ટુર્નામેન્ટની પ્રારંભિક મેચ માંકણ અને કંથારીયા ગામની ટીમો વચ્ચે યોજાઇ હતી. ક્રિકેટ ટુર્નામેન્ટના ઉદઘાટન સમારોહ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી ઇસ્માઇલ મતાદાર, સરપંચ આરીફ પટેલ, સામાજિક કાર્યકર અબ્દુલ કામથી, સ્પોર્ટસ ક્લબના મુખ્ય આયોજક આરીફ બાપુજી, સ્પોર્ટ્સ ક્લબના સદસ્યો સહિત મોટી સંખ્યામાં ક્રિકેટ રસીયાઓ ઉપસ્થિત રહ્યા હતા. આશરે બેથી અઢી માસ લાંબી ચાલનારી ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગુજરાતભરની પ્રતિષ્ઠિત ક્રિકેટ ટીમો ભાગ લેશે એમ જાણવા મળ્યું છે.

Next Story