Connect Gujarat
Featured

ભરૂચ : તવરા ગામે નર્મદા નદીમાં મગરે દેખા દેતા લોકોમાં ભયનો માહોલ

ભરૂચ :  તવરા ગામે નર્મદા નદીમાં મગરે દેખા દેતા લોકોમાં ભયનો માહોલ
X

ભરૂચ તાલુકાના તવરા ગામ નજીકથી પસાર થતી નર્મદા નદીમાં મગરે દેખા દેતાં ગ્રામજનોમાં ભય ફેલાયો છે. હાલ મગરોનો પ્રજનન સમય ચાલી રહયો હોવાથી માદા મગરો આક્રમક બની હુમલો કરતી હોય છે.

કોરોના વાયરસના કારણે નર્મદા નદીના જળ શુધ્ધ બની ચુકયાં છે તો બીજી તરફ નદીમાં મગરોની સંખ્યામાં વધારો થયો છે. છેલ્લા ચાર વર્ષ ઉપરાંતથી ડેમમાંથી પુરતા પ્રમાણમાં પાણી છોડવામાં નહિ આવતાં ઉનાળામાં નદી સુકીભઠ બની જતી હતી. ગત વર્ષે મધ્યપ્રદેશ તથા ઉપરવાસમાં થયેલાં ભારે વરસાદના પગલે ડેમના દરવાજા ખોલી નદીમાં પાણી છોડવામાં આવતાં નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી. હાલમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન ચાલી રહયું હોવાથી માનવીઓનો હસ્તક્ષેપ ઘટી જતાં નર્મદા નદીના જળ શુધ્ધ બની ગયાં છે.

વર્ષો બાદ નર્મદા નદીમાં શુધ્ધ પાણી જોવા મળતાં લોકોમાં એક તરફ ખુશી જોવા મળી રહી છે તો બીજી તરફ નદીમાં મગરોની સંખ્યામાં વધારો થતાં હવે મગરો કાંઠા વિસ્તારોમાં દેખા દઇ રહયાં છે. ભરૂચ તાલુકાના તવરા ગામ પાસે નર્મદા નદીમાં મગર જોવા મળતાં લોકોમાં ભય ફેલાયો છે. હાલ મગરોનો પ્રજનન કાળ ચાલી રહયો છે. કાંઠા વિસ્તારોમાં માદા મગરોએ ઇંડા મુકયાં હોવાથી તે આક્રમક બની છે. ભુતકાળમાં ભરૂચ જિલ્લામાં માનવીઓ પર મગરોના હુમલાના બનાવો બની ચુકયાં છે. મગરોને પકડવા યોગ્ય કાર્યવાહીની માંગ તવરાના રહીશોએ કરી છે.

Next Story