Connect Gujarat
ગુજરાત

ભરૂચ : ઉનાળાનું આગમન, બે આખલા તોફાને ચઢતાં મચી દોડધામ

ભરૂચ : ઉનાળાનું આગમન, બે આખલા તોફાને ચઢતાં મચી દોડધામ
X

ભરૂચ

શહેરમાં છેલ્લા ઘણા સમયથી મુખ્ય માર્ગો ઉપર આખલાઓના યુદ્ધથી વાહનચાલકો ભારે ત્રાહિમામ પોકારી ઉઠયા છે

ત્યારે શક્તિનાથ સર્કલ પાસે બે આખલાઓ તોફાન ચડતા લોકોમાં ભય ફેલાયો હતો.

ભરૂચ શહેરનો

શકિતનાથ વિસ્તાર રખડતા ઢોરો માટે અખાડો બની ગયો છે. આ વિસ્તારમાં રખડતા ઢોરોની

સમસ્યા સૌથી વધારે જોવા મળી રહી છે. ભુતકાળમાં આ જ વિસ્તારમાં આખલાઓના કારણે

અકસ્માતના બનાવો પણ બની ચુકયાં છે. નગરપાલિકા પશુઓને રખડતા મુકી દેનારાઓ સામે

કાર્યવાહી કરવામાં ઉણી ઉતરી છે. પોલીસ કે પાલિકા તંત્રનો સહેજ પણ ભય રાખ્યા વિના

પશુપાલકો તેમના પશુઓને રખડતા મુકી દઇ અન્ય લોકોના માથે જીવનું જોખમ ઉભું કરી રહયાં

છે. વાહનો અને લોકોની અવરજવર થી ધમધમતા વિસ્તાર ભરૂચના શક્તિનાથ સ્થિત બે આખલાઓ

તોફાને ચડતા લોકોમાં ભય ફેલાયો હતો. રખડતા પશુઓ વધુ જાનહાનિ નોતરે તે પહેલા પોલીસ

અને પાલિકા તંત્ર હિમંત બતાવી પશુપાલકો સામે કાર્યવાહી કરે તેવી લોકો માંગ કરી

રહયાં છે.

Next Story