ધી હરસિદ્ધિ કો-ઓ.ક્રેડિટ સો.દ્વારા યોજાયો કાર્યક્રમ
21મો દીપાવલી ધિરાણ વિતરણ કાર્યક્રમ યોજાયો
સ્લમ વિસ્તારની બહેનો માટે દિવાળી ટાણે ખુશીના સમાચાર
રૂ.56 લાખથી વધુનું ધિરાણ વિતરણ કરવામાં આવ્યું
75 મંડળોના અંદાજિત 300 લાભાર્થી બહેનોને મળ્યો આર્થિક ટેકો
ધી હરસિદ્ધિ કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ, ભરૂચ દ્વારા 21મા ‘દીપાવલી ધિરાણ વિતરણ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ધી હરસિદ્ધિ કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ, ભરૂચ દ્વારા 21મા ‘દીપાવલી ધિરાણ વિતરણ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ભરૂચ શહેરના સ્લમ તથા પછાત વિસ્તારોની મહિલાઓને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવાનો હતો.
આ આયોજન હેઠળ શહેરના ઝાડેશ્વર, પાટણવાડીયા ફળિયુ, દુબઈ ટેકરી, મક્તમપુર, બોરભાઠા, દૂધધારા ડેરી ઝૂંપડપટ્ટી, ભોલાવ, સોનતલાવડી, ધોળીકુઈ, ચકલા, લીમડીચોક, ગોકુળનગર તથા સંતોષી વસાહત સહિતના વિસ્તારોમાં કાર્યરત 75 મંડળોને આવરી લેવામાં આવ્યા હતા. આ મંડળોના અંદાજિત 300 જેટલા લાભાર્થીઓને કુલ રૂપિયા 56 લાખ 30 હજારનું ધિરાણ વિતરિત કરવામાં આવ્યું હતું.
આ ધિરાણ વિતરણ કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, સંસ્થાના ચેરમેન ખુમાનસિંહ વાંસીયા તેમજ સંસ્થાના ડિરેક્ટર એડવોકેટ સુરેશ પટેલ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ લાભાર્થી બહેનોને દિવાળીના તહેવારની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી અને આ સહાયથી તેઓ પોતાના ગૃહ ઉદ્યોગ કે વ્યવસાયને આગળ ધપાવી આર્થિક સ્થિતિ મજબૂત બનાવે તેવી કામના કરી અભિનંદન પાઠવ્યા હતા.
