ભરૂચ : શહેરીજનોની તંદુરસ્તીની કાળજી લેશે પાલિકા, જુઓ ક્યાં શરૂ કરાયું છે “ઓપન જીમ”..!

0
National Safety Day 2021

ભરૂચ શહેરના લિંક રોડ સ્થિત નગરપાલિકા સંચાલિત માતરિયા તળાવ ખાતે ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે ઓપન જીમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, ત્યારે ઓપન જીમ યુવાનો, મહિલાઓ સહિત વૃદ્ધોના આરોગ્ય માટે ખૂબ મદદરૂપ સાબિત થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૂત્ર “ફિટ ઈન્ડિયા”ને સાર્થક કરવા ભરૂચ શહેરના લિંક રોડ સ્થિત નગરપાલિકા સંચાલિત માતરિયા તળાવ ખાતે ઓપન જીમનું નિર્માણ કરવામાં આવ્યું છે. ભરૂચ મત વિસ્તારના ધારાસભ્ય દુષ્યંત પટેલની જિલ્લા આયોજન મંડળની રૂપિયા 5 લાખની ગ્રાન્ટમાંથી અંગ કસરતના સાધનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, ત્યારે માતરિયા તળાવના ગાર્ડનમાં આવતા યુવાનો, મહિલાઓ સહિત વૃદ્ધોના આરોગ્ય માટે અહીનું ઓપન જીમ ખૂબ મદદરૂપ સાબિત થશે. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, નગરપાલિકાના મુખ્ય અધિકારી સંજય સોની, નગરપાલિકાના પૂર્વપ્રમુખ સુરભી તમાકુવાલા, શહેર ભાજપ પ્રમુખ ધનજી ગોહિલ, દિવ્યેશ પટેલ સહિતના આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here