Connect Gujarat
ગુજરાત

ભરૂચ : શહેરમાં શોપિંગ મોલ અને બગીચાઓને તંત્રએ બંધ કરાવ્યાં

ભરૂચ : શહેરમાં શોપિંગ મોલ અને બગીચાઓને તંત્રએ બંધ કરાવ્યાં
X

ગુજરાતમાંથી

કોરોનાના પાંચ કેસ મળી આવ્યાં બાદ સરકારે વધુ કડક પગલાં ભરવાની શરૂઆત કરી દીધી છે.

સરકારના આદેશ બાદ પણ ભરૂચમાં મોલ અને બગીચાઓ ચાલુ હોવાની વાત ધ્યાને આવતાં તંત્રએ

તાત્કાલિક અસરથી તેને બંધ કરાવી દીધાં છે.

કોરોના

વાયરસના કારણે વિશ્વમાં લોકડાઉનની સ્થિતિ ઉભી થવાની શકયતા છે. ભરૂચ અને

અંકલેશ્વરમાં છેલ્લા બે દિવસથી જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટે લોકો ઘસારો કરી

રહયાં છે. વધારે

સંખ્યામાં લોકો એકત્ર થવાના કારણે કોરોના વાયરસ ફેલાવાનો ખતરો વધી જાય છે. સરકારનો

આદેશ હોવા છતાં ભરૂચ શહેરના મોટા ભાગના મોલ અને સુપર સ્ટોર્સ ખુલ્લા રાખવામાં

આવ્યાં હતાં. આ બાબતે જિલ્લા કલેકટર મોડીયાનું ધ્યાન દોરવામાં આવતાં તેમણે સંલગ્ન

અધિકારીઓને કાર્યવાહી કરવા માટે આદેશ કર્યો હતો. મામલતદારની ટીમે સેવાશ્રમ રોડ પર

આવેલો રીલાયન્સ મોલ, સ્ટેશન રોડ

પર આવેલું બીગ બઝાર, કોલેજ રોડ

પર ડી- માર્ટ અને મકતમપુર રોડ પર આવેલાં ધીરજ એન્ડ સન્સને સીલ મારી દીધું છે.

કોરોના વાયરસના કારણે હાલના તબકકે ભયનું કોઇ કારણ ન હોવાથી લોકોને અફવાથી દુર

રહેવા માટે વહીવટી તંત્ર તરફથી અપીલ કરવામાં આવી છે. બીજી તરફ ભરૂચ નગરપાલિકાએ

તમામ બાગ બગીચાઓને પણ બંધ કરી તકેદારીના પગલાં ભર્યા છે.

Next Story