Connect Gujarat
ગુજરાત

ભરૂચ : એક દિવસના આંતરે પીવાનું પાણી મળતા નેત્રંગના ગ્રામજનોએ કરી ઉગ્ર રજુઆત

ભરૂચ : એક દિવસના આંતરે પીવાનું પાણી મળતા નેત્રંગના ગ્રામજનોએ કરી ઉગ્ર રજુઆત
X

નેત્રંગ : હાલ ચાલી રહેલ ઉનાળાની ઋતુને કારણે કુવા અને બોરના પાણી ઊતરી ગયા અને નદીઓ સુકીભટ્ટ હોવાથી નેત્રંગ ગ્રામપંચાયત દ્વારા એક દિવસના આંતરે પાણી આપવાની શરૂઆત કરી છે. ત્યારે અમુક વિસ્તારમાં જ્યાં બોરમાં સારું પાણી હોવા છતાં ત્યાં હેડપંપના સહારે અને આ ગરમીમાં આમ જનતા પાણી ભરવા થી તોબા પુકારી ઉઠી છે.

પાણી વિના જીવન શક્ય નથી. પાણી પીવામાં વપરાય છે. તે ઉપરાંત પાણી નહાવા, કપડાં અને વાસણ ધોવા, રસોઈ બનાવવા અને ઘરની સફાઈમાં પણ વપરાય છે.ત્યારે નેત્રંગમાં છેલ્લા કેટલાક દિવસથી એક દિવસ આંતરે પાણી આવતા ગ્રામજનો હેરાન પરેશાન થઈ ગયા છે.નેત્રંગ સરકારી આરોગ્ય કેન્દ્ર પાછળ રહેતા મુસ્તકભાઈ ખત્રીના ઘર પાસે આવેલ હેડપંપ માં પાણી હાલ સારું છે. જ્યારે એક દિવસના આંતરે પાણી છે અને તે પણ ઘણું ઓછું આવી રહ્યું હોવાનું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે.

વારંવાર એ વિસ્તારના આગેવાનો દ્વારા તંત્રને મોટર ઉતારી આપવા બાબતે મૌખિક રજુઆત કરવા છતાં કોઈ પરિણામ ન મળતા તેઓએ સદર હેડપંપ કાઢી મોટર ઉતારી આપવામાં આવે તે બાબતે તે વિસ્તારના રહીશોએ તા.૨૮-૦૫-૨૦૨૦ ના રોજ નેત્રંગ ગ્રામપંચાયત ના તલાટીને લેખિતમાં રજુઆત કરી છે. આવનાર દસ દિવસમાં જો કોઈ નિવારણ નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે પ્રતીક ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડશે એવું ગામની પ્રજા ચર્ચા કરી રહી છે.

Next Story