Connect Gujarat
Featured

ભરૂચ : ઝઘડીયાની આરતી ઇન્ડસ્ટ્રીઝમાં બ્લાસ્ટ થતાં ત્રણ કર્મચારી દાઝયાં

ભરૂચ : ઝઘડીયાની આરતી ઇન્ડસ્ટ્રીઝમાં બ્લાસ્ટ થતાં ત્રણ કર્મચારી દાઝયાં
X

ભરૂચ જિલ્લાની ઝઘડીયા જીઆઇડીસીમાં આવેલી આરતી ઇન્ડસ્ટ્રીઝમાં ગુરૂવારે સાંજના સમયે બ્લાસ્ટની ઘટના બની છે. આ ઘટનામાં ત્રણ કર્મચારીઓ દાઝી જતાં તેમને સારવાર ખાતે દવાખાને ખસેડવામાં આવ્યાં છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ઝઘડીયા જીઆઇડીસીમાં આરતી ઇન્ડસ્ટ્રીઝ કંપની આવેલી છે. જેમાં ગુરૂવારના રોજ રાબેતા મુજબ કામગીરી ચાલી રહી હતી તે વેળા નાઇટ્રીક એસિડ પ્લાન્ટમાં ચાલી રહેલી મોટરમાં બ્લાસ્ટ થયો હતો. મોટરમાં બ્લાસ્ટ થતાં નજીકમાં રહેલાં ત્રણ કર્મચારીઓ ઉપર એસિડના છાંટા ઉડયાં હતાં. એસિડના છાંટા ઉડવાના કારણે દાઝી ગયેલાં ત્રણેય કર્મચારીઓને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યાં છે. કંપનીમાં બનેલી ઘટનાને પગલે અન્ય કર્મચારીઓમાં ભય જોવા મળી રહયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભરૂચ જિલ્લામાં અનેક કંપનીઓ આવેલી છે અને તેમાં છાશવારે બ્લાસ્ટ સહિતની દુર્ઘટનાઓ બનતી હોય છે. આવા સંજોગોમાં કામદારોની સલામતી માટે પુરતાં પગલાં ભરવામાં આવે તે જરૂરી છે.

Next Story