Connect Gujarat
Featured

ભરૂચ : ઇન્દિરા ગાંધીની 103મી જન્મ જયંતિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ

ભરૂચ : ઇન્દિરા ગાંધીની 103મી જન્મ જયંતિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ
X

દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની આજે ૧૦૩મી જન્મ જયંતિ નિમિત્તે દેશભરમાં કોંગ્રેસ દ્વારા સંસ્મરણ સાથે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. ત્યારે ભરૂચ કોંગ્રેસ દ્વારા પણ આજરોજ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો.

ભારત દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની 103મી જન્મ જયંતી નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તેઓને પુષ્પાંજલિ પાઠવવા સાથે તેઓના વિચારોના સ્મરણ કરવામાં આવ્યા હતા

ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ પરીમલસિંહ રણાની આગેવાનીમાં દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની જન્મ જયંતી નિમિત્તે કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોએ ઇન્દિરા ગાંધીની તસવીર ઉપર ફુલહાર અર્પણ કરી પુષ્પાંજલિ પાઠવવા સાથે દેશ કા નેતા કેસા હો ઇન્દિરા ગાંધી જેસા હો જેવા નારાઓથી કાર્યાલયને ગજવી મુક્યું હતું.

Next Story