ભરૂચ: છેવાડાના બલેશ્વર ગામની આદિવાસી યુવતી રાજ્ય કક્ષાએ રમશે ક્રિકેટ, જુઓ સંઘર્ષ યાત્રા

0

ભરૂચના ઝઘડીયા તાલુકાનાં બલેશ્વર ગામની યુવતીનું ગુજરાત ક્રિકેટ એશોશીયેશનમાં સિનિયર ગર્લ્સ કેટેગરીમાં પસંદગી પામતા ગામમાં ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે.

ઝઘડીયા તાલુકાના નાનકડા એવા બલેશ્વર ગામે રહેતા ચંદ્રકાંત વસાવાની પુત્રી ગુજરાત ક્રિકેટ એસોસિયેશનમાં સિનિયર ગર્લ્સ કેટેગરીમાં પસંદગી પામી છે. ગુજરાત ક્રિકેટ એસોસિએશનમાં સિનિયર ગર્લ્સ તરીકે મુસ્કાન વસાવાનું નામ જાહેર થતાં જ પરિવારમાં ખુશીનો પાર રહ્યો ન હતો. મુસ્કાન બી.એસ.સી.ના પ્રથમ વર્ષમાં  અભ્યાસ કરી રહી છે પિતા ચંદ્રકાંત વસાવાએ  બલેશ્વર ગામ ખાતે ક્રિકેટ સ્ટેડિયમ ઊભું કર્યું છે જ્યાં દક્ષિણ ગુજરાતમાંથી અનેક ખેલાડી અહી પ્રેક્ટિસ કરવા આવે છે.તાજેતરમાં ગુજરાતની ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડે પણ બલેશ્વર ગામની મુલાકાત લીધી હતી. મુસકાં વસાવાએ આ સ્થળે પહોચવા આકરી પ્રેક્ટિસ કરી હતી ત્યારે મુસ્કાનનું ભારતીય મહિલા ક્રિકેટ ટિમમાં સામેલ થવાનું સપનું છે. દીકરીની રાજ્ય કક્ષાએ પસંદગી થતાં ગામમાં ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here