Connect Gujarat
ગુજરાત

ભરૂચ : અલીરાજપુરની વાહનચોર ગેંગના બે સાગરિત ઝબ્બે, ચોરીની 29 બાઇકો મળી

ભરૂચ : અલીરાજપુરની વાહનચોર ગેંગના બે સાગરિત ઝબ્બે, ચોરીની 29 બાઇકો મળી
X

રાજપારડી નજીકથી પોલીસે બે આરોપીને ઝડપી લીધાં

ભરૂચ પોલીસે

મોટરસાયકલોની ચોરી કરતી આંતર રાજય ટોળકીના બે સાગરિતોની 29 બાઇક સાથે ધરપકડ કરી છે. ટોળકીના અન્ય 8 સાગરિતો ફરાર હોવાથી તેમને ઝડપી પાડવા

કવાયત હાથ ધરવામાં આવી છે.

ઝઘડીયા તથા

ઉમલ્લા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 12 જેટલી બાઇકોની ચોરી થતાં પોલીસ બેડામાં

દોડધામ મચી ગઇ હતી. એલસીબીની ટીમે રાજપારડી વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરી બાઇક પર

પસાર થતાં બે યુવાનોની શકમંદ હાલતમાં અટકાયત કરી પુછપરછ હાથ ધરી હતી. જેમાં તેમણે

પોતે અલીરાજપુરના દરખડના દુધિયાવાડ ફળિયામાં રહેતાં જેલુ જમરા અને નેહલસીગ શેકરીયા

ડાવર હોવાની કબુલાત કરી વાહનચોરીના ગુના કબુલ્યાં હતાં. આરોપીઓએ તેમના સાગરીતો

સાથે રાજપારડી, ઝઘડીયા, ઉમલ્લા, ભરૂચ, કોસંબા, સુરત, બારડોલી,નવસારીમાંથી આશરે 29 જેટલી મોટર સાયકલોની ચોરી કરી હતી. તેમણે

મધ્યપ્રદેશના દરખડ અને બડદલા ગામે છુપાવી રાખેલી 30થી વધારે બાઇક કબજે લેવામાં આવી છે.

અલીરાજપુરના દરખડ થાનાના રહેવાસી એવા અન્ય આઠ આરોપીઓના નામ બહાર આવતાં તેમની ધરપકડ

માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે.

Next Story