Connect Gujarat
Featured

ભરૂચ : લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની બે છાત્રાઓ સ્પર્ધામાં ઝળકી

ભરૂચ : લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની બે છાત્રાઓ સ્પર્ધામાં ઝળકી
X

ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલી લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની બે છાત્રાઓએ વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે યોજાયેલી સ્પર્ધામાં ભાગ લઇ સુંદર દેખાવ કરી કોલેજના ગૌરવમાં વધારો કર્યો છે. કોલેજના મેનેજમેન્ટ તથા સ્ટાફના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે અભ્યાસઇતર પ્રવૃતિઓમાં પોતાનું કૌવત બતાવી રહયાં છે.

ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઑફ ફાર્મસીના 10 જેટલા વિદ્યાર્થીઓએ ગુજરાતની પ્રતિષ્ઠિત એવી ગણપત યુનિવર્સિટી ખાતે વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે યોજાયેલી વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઇ રહયાં છે. પોસ્ટર સ્પર્ધામાં કોલેજની છાત્રા સિધ્ધિકા પટેલ પ્રથમ ક્રમે વિજેતા બની હતી જયારે જાસિયા અંસારીએ વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં તે ફર્સ્ટ રનર-અપ બની હતી. બંને છાત્રાઓએ મેળવેલી સિધ્ધિ બદલ સ્ટુડન્ટ એક્ટિવિટીના કો- ઓર્ડીનેટર બિનલ ગોહિલ, કોલેજના આચાર્ય પ્રોફેસર ડૉકટર કિશોર ઢોલવાણી, કોલેજના એમ.ડી. એમ.એસ.જોલી, ટ્રસ્ટી યોગેશ પારીક, કરણ જોલી તથા સ્ટાફ પરિવારે અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી છે....

Next Story