Connect Gujarat
Featured

ભરૂચ : ઉમલ્લાની શાળાના આચાર્યએ શરૂ કર્યા આમરણાંત ઉપવાસ, જુઓ શું છે કારણ

ભરૂચ : ઉમલ્લાની શાળાના આચાર્યએ શરૂ કર્યા આમરણાંત ઉપવાસ, જુઓ શું છે કારણ
X

ભરૂચ જીલ્લા પંચાયત કચેરી બહાર ઉમલ્લા

ગામની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક આમરણાંત ઉપવાસ પર બેઠા છે. તેમણે જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં હોદ્દેદારો

દ્વારા હેરાનગતિ કરાતી હોવાના આક્ષેપ કર્યા છે.

ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામની પ્રાથમિક

કુમાર શાળાના મુખ્ય શિક્ષક ફતેસિંહ વસાવાએ ભરૂચ જીલ્લા પંચાયત કચેરી બહાર આમરણાત

ઉપવાસ શરૂ કરતાં તંત્રમાં દોડધામ મચી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં

વહીવટમાં ભ્રષ્ટાચાર થય છે એ બાબતે તેઓ દ્વારા આર.ટી.આઈ.કરવામાં આવી હતી અને હિસાબ

માંગવામાં આવ્યો હતો.આ બાબતની રીસ રાખી સંઘના હોદ્દેદારો તેમની સાથે હેરાનગતિ કરે

છે અને તેમની બદલી પણ કરાવી દેવામાં આવી હતી આથી નાયની માંગણી સાથે તેઓ દ્વારા

ઉપવાસ આંદોલન શરુ કરવામાં આવ્યું છે.

મુખ્ય શિક્ષકના આમરણાંત ઉપવાસ બાબતે

તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જે.એ.મકવાણાએ જણાવ્યું હતું કે તેમની નોકરી જે તે

સ્થળે જ શરુ રાખવામાં આવી છે અને તેઓની બીજી માંગ છે તે બાબતે તંત્ર દ્વારા ધ્યાન

આપવામાં આવશે.

Next Story