Connect Gujarat
Featured

ભરૂચ : 8મી માર્ચના રોજ અંડર-9ના બાળકોની પસંદગી માટે ચેસ સ્પર્ધા યોજાશે

ભરૂચ : 8મી માર્ચના રોજ અંડર-9ના બાળકોની પસંદગી માટે ચેસ સ્પર્ધા યોજાશે
X

ભરૂચ જિલ્લા ચેસ એસોસીએશનના ઉપક્રમે રવિવાર તારીખ 8મી માર્ચના રોજ અંડર-9ના ખેલાડીઓની પસંદગી માટે ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં વિજેતા થનારા પ્રથમ બે ક્રમના ખેલાડીઓ રાજયકક્ષાની ચેસ સ્પર્ધામાં ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.

પસંદગી સ્પર્ધામાં વર્ષ 2011 અથવા તેના પછીના વર્ષમાં જન્મેલા બાળક અને બાળકીઓ ભાગ લઇ શકશે. રસ ધરાવતાં ખેલાડીઓએ પોતાના નામ નોંધાવવા માટે આનંદ પટેલ, ગણેશ એજન્સી, ત્રીજો માળ, પટેલ સુપર માર્કેટ, સ્ટેશન રોડ, ભરૂચ ખાતે તારીખ 7મી માર્ચ સુધીમાં રૂબરૂમાં સંપર્ક કરવાનો રહેશે.વધુ વિગતો માટે ભરૂચ જિલ્લા ચેસ એસોસીએશનના અભિજિત સુર ( મો- 9909148664)નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

Next Story