Connect Gujarat
ગુજરાત

ભરૂચ : યુનિયન શાળામાં વકતૃત્વ સ્પર્ધા સહિત વાર્ષિક ઇનામ વિતરણ યોજાયું

ભરૂચ : યુનિયન શાળામાં વકતૃત્વ સ્પર્ધા સહિત વાર્ષિક ઇનામ વિતરણ યોજાયું
X

આજ રોજ શનિવારે બી.ઈ.એસ. યુનિયન હાઇસ્કૂલ, ભરૂચ શાળા દ્વારા સ્વ. અરવિંદભાઇ ડી. દેસાઇ કાસ્કેટ વક્તૃત્વ સ્પર્ધા તથા વાર્ષિક ઇનામ વિતરણનો કાર્યક્રમ શાળાના આચાર્ય વિજયસિંહ જે. સિંધાના નેજા હેઠળ યોજવામાં આવ્યો હતો.

જેમાં કાર્યક્રમની શુભ શરૂઆત મુખ્ય મહેમાન પ્રવિણસિંહ રણા, અતિથિ વિશેષ હરેન્દ્રસિંહ સિંધા, નિર્ણાયક (૧) યોગેશભાઈ આર. બારીયા, (૨) રમણભાઈ બી. હળપતિ તથા શાળાના આચાર્ય ના હસ્તે દીપ પ્રાગટય કરવામાં આવ્યુ હતું ત્યારબાદ મહેમાનોનું પુષ્પગુચ્છ તથા સ્વાગત ગીત સાથે સ્વાગત કરી પ્રાર્થના સાથે કાર્યક્રમને આગળ ધપાવ્યો હતો.

કાસ્કેટ વકતૃત્વ સ્પર્ધા કુલ ત્રણ ભાગમાં થઇ હતી . જેમાં ધો. ૪ અને ૫, ધો. ૬ થી ૮ અને ધો. ૯ થી ૧૧. જેમાં ધો – ૪ અને ૫ નો વિષય “મારા સ્વપ્નની શાળા” માં પ્રથમ – જાદવ કૃશાંગકુમાર કલ્પેશકુમાર અને દ્વિતીય- વસાવા પ્રાચી દિલીપભાઇ. ધો.- ૬ થી ૮ નો વિષય “ મોદી સરકાર અને ભારતનો વિકાસ” માં પ્રથમ-પટેલ વંશિકા જીજ્ઞેશભાઈ, દ્વિતીય રામી જીગ્નેશભાઈ રણજીતભાઈ અને તૃતીય-રાણા વ્રજકુમાર શૈલેષકુમાર, ધો. - ૯ થી ૧૧ નો વિષય “ઓપન ધી બુક” માં પ્રથમ હિન્ડીયા પાર્થ બ્રિજેશકુમાર, દ્વિતીય- મિસ્ત્રી હર્ષકુમાર કલ્પેશભાઈ અને તૃતીય- મોદી સ્વાતીબેન યોગેશભાઈ એ ક્રમ મેળવેલ હતો. શાળાના શિશુ વિભાગ , પ્રાથમિક વિભાગ, માધ્યમિક તથા ઉ.મા. વિભાગના તેજસ્વી વિદ્યાર્થીઓને બેસ્ટ સ્ટુડન્ટ એવોર્ડ, તથા આર્થિક સહાય સ્વરૂપે વાર્ષિક ઇનામ વિતરણ કરવામાં આવ્યુ.

આ આખા કાર્યક્રમનું સંચાલન પ્રાથમિક-વિભાગના શિક્ષિકા આરતીબેન રાણા એ ખૂબ જ સફળતા પૂર્વક કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Next Story