Connect Gujarat
Featured

ભરૂચ : જીલ્લા માટે ગોઝારો સાબિત થયો ઉત્તરાયણનો તહેવાર, 6 લોકો દોરીથી ચીરાયા, એકનું મોત

ભરૂચ : જીલ્લા માટે ગોઝારો સાબિત થયો ઉત્તરાયણનો તહેવાર, 6 લોકો દોરીથી ચીરાયા, એકનું મોત
X

ભરૂચ જીલ્લામાં ઉત્તરાયણનો તહેવાર ઘાતક સાબિત થયો છે. અંકલેશ્વર અને વાગરા તાલુકામાંથી સાત જેટલા લોકો લોકો પતંગની દોરીનો શિકાર બન્યા છે. જેમાં એકનું સારવાર દરમિયાન મોત થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

ઉત્તરાયણનો તહેવાર મજાની સાથે સજા પણ કરાવતો હોય છે. તહેવાર દરમિયાન દોરીથી ગળા કપાવા, નીચે પડી જવા જેવી અનેક ઘટનાઓ બનતી હોય છે. અને આવી જ ઘટના ભરૂચ જીલ્લાના અંકલેશ્વર શહેર અને વાગરા તાલુકામાંથી સામે આવી છે. વાગરા તાલુકાનાં દહેજ નજીકના કડોદરા નજીક એક યુવાન બાઇક ચાલકનું દોરીથી ગળું કપાતા ઇજાગ્રસ્ત હાલતમાં ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં ગણપતભાઈ વસાવા નામના વ્યક્તિનું મોત નીપજયું છે. તો બીજી તરફ અંકલેશ્વર શહેરના જીઆઇડીસી તેમજ શહેરી વિસ્તારમાં પાંચ જેટલા લોકો પતંગની દોરીથી ઇજાગ્રસ્ત થયા હતા. તમામ ઇજાગ્રસ્તોને 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બે લોકોની હાલત ગંભીર હોવાની માહિતી સાંપડી હતી. જીલ્લામાં વિવિધ અકસ્માતની ઘાટનાઓથી ખુશીના તહેવારમાં ગમગીની ફેલાઈ છે.

Next Story