Connect Gujarat
ગુજરાત

ભરૂચ : વડોદરા રેન્જ આઇ.જી.એ રાજપારડી ગામની લીધી આકસ્મિક મુલાકાત, કોરોના સામે જાગૃત રહેવા કર્યો અનુરોધ

ભરૂચ : વડોદરા રેન્જ આઇ.જી.એ રાજપારડી ગામની લીધી આકસ્મિક મુલાકાત, કોરોના સામે જાગૃત રહેવા કર્યો અનુરોધ
X

ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે ભરૂચ

જીલ્લા એસ.પી. રાજેન્દ્રસિંહ ચુડાસમાએ સોમવારે બપોરે આકસ્મિક મુલાકાત લીધી હતી, ત્યારબાદ મંગળવારે બપોરે વડોદરા રેન્જ આઇ.જી. અભયસિંહ ચુડાસમાએ રાજપારડી ગામની ટુંકી મુલાકાત લીધી હતી, ત્યારે બન્ને અધિકારીઓએ ગામના નગરજનોના સહકારથી

લોકડાઉનનો કડક અમલ કરાવતા સ્થાનિક પોલીસ મથકના અધિકારીઓની કામગીરીની સરાહના કરી હતી.

ભરૂચ જીલ્લા એસ.પી. તેમજ રેન્જ આઇ.જી. ચુડાસમાની આકસ્મિક મુલાકાત દરમ્યાન સ્થાનિક પોલીસના જવાનોને માર્ગદર્શન આપ્યું હતુ. કોરોના વાયરસના સંક્રમણથી નગરજનો સહિત પોલીસ સ્ટાફના જવાનોના સ્વાસ્થ બાબતે જાગૃત બનવા અનુરોધ કર્યો હતો. વધુમાં ભરૂચ જિલ્લા એસ.પી.એ પણ પોલીસ જવાનોના સ્વાસ્થ્ય બાબતે ચર્ચા કરી હતી. તમામ જવાનોએ હાલ પૌષ્ટિક આહાર લેવો હિતાવહ છે તેમજ

કોરોના વાયરસના સંક્રમણથી બચવા સેનેટાઇઝર સહિતની ચીજવસ્તુનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી.

Next Story