New Update
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલ વિલાયત જી.આઈ.ડી.સી.માં કલરટેક્સ કંપનીની વાલિયા સ્થિત રોટરી શ્રોફ એન્જી. કોલેજના છાત્રોએ મુલાકાત લીધી હતી. મુલાકાત પ્રસંગે વિદ્યાર્થીઓએ તેમને કનડતા પ્રશ્નો પૂછી સમસ્યાઓનું સમાધાન મેળવ્યુ હતુ.
- વિલાયત ઉધોગ નગરીમાં આવેલ કલરટેક્સ કંપનીમાં વાલીયાની રોટરી શ્રોફ એન્જી. કોલેજના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમીકલ એન્જી. છાત્રોને તેમના અભ્યાસક્રમને સુસંગત પ્રેક્ટિકલ અનુભવ અર્થે કંપની મુલાકાતે આવ્યા હતા. કંપનીમાં રહેલ પ્લાન્ટની ઓપરેટીંગ સિસ્ટમ અને પ્રોડક્શન પ્રક્રિયાને નિહાળી હતી. ૬૩ જેટલા વિદ્યાર્થીઓને કંપનીમાં કામની સાથે સુરક્ષાને પ્રાધાન્ય આપવા તેમજ ઉદ્યોગની કાર્યપ્રણાલીથી અવગત કરવામાં આવ્યા હતા. અંતમાં છાત્રોને મુંઝવતા પ્રશ્નોનું શેષન ગોઠવવામાં આવ્યુ હતુ. જેમાં કેમીકલના વિદ્યાર્થીઓએ તેમને મુંઝવતા પ્રશ્નો પૂછ્યા હતા. કંપનીના પ્રોજેકટ હેડ મહેન્દ્રસિંહ વશીએ તમામ પ્રશ્નોના સંતોષકારક જવાબ આપી છાત્રોના જ્ઞાનમાં વધારો કર્યો હતો.
Latest Stories