ભરૂચ: વડદલા ITI ખાતે એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાયો

એપ્રેન્ટીસ ભરતી મેળામાં ૪૯ ઔદ્યોગિક એકમો હાજર રહ્યા : ૫૭૨ જેટલી વેકન્સીઓ નોંધાઈ
ઔદ્યોગિક તાલીમ સંસ્થા આઈ.ટી.આઈ. ભરૂચ(વડદલા) ખાતે એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન હાથ ધરાયું હતું. આ ભરતી મેળામાં જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાએ વિશેષ ઉપસ્થિત રહી ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ, આઈ.ટી.આઈ.ના પ્રિન્સિપાલ, રોજગાર અધિકારી પાસેથી જરૂરી માહિતી મેળવી ભરતી મેળાનું જાત નિરિક્ષણ કર્યું હતું અને જરૂરી સુચનો પણ તેમણે કર્યા હતા. આ એપ્રેન્ટીસ ભરતી મેળામાં ૪૯ ઔદ્યોગિક એકમો હાજર રહ્યા હતા. ૫૭૨ જેટલી વેકન્સીઓ નોંધાઈ હતી. ૬૯૦ ઉમેદવારો હાજર રહ્યા હતા. ૫૭૫ ઉમેદવારોનું પ્રાયમરી સીલેકશન થયું હતું. ૨૦ ઉમેદવારોના એપ્રેન્ટીસ કોન્ટ્રાક્ટ થયા હતા.
આ એપ્રેન્ટીસ ભરતી મેળામાં આઈ.ટી.આઈ. અંક્લેશ્વરના પ્રિન્સિપાલ બી.ડી.રાવલ, ભરૂચના આચાર્ય પી.એચ.બોરીચા, રોજગાર અધિકારી મિનાક્ષીબેન ચૌહાણ અને એ.આર.સોલંકી, ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ, રોજગાર વાંચ્છુ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.