Connect Gujarat
Featured

ભરૂચ: વિલાયત GIDC ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશન દ્ધારા પોલીસને પેટ્રોલીંગ માટે જીપ આપવામાં આવી

ભરૂચ: વિલાયત GIDC ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશન દ્ધારા પોલીસને પેટ્રોલીંગ માટે જીપ આપવામાં આવી
X

વિલાયત જી.આઈ. ડી.સી ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન દ્વારા જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાને નવી બોલેરો જીપ વાગરા પોલીસ સ્ટેશન માટે આપવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડાએ જણાવ્યુ હતું કે ઔધોગિક રીતે વિકસી રહેલ ભરૂચમાં પોલીસ આવશ્યક જરૂરિયાતોથી સંપન્ન રહે તે માટે સતત સહયોગ મળતો રહે છે. વાગરા તાલુકામાં વિલાયત,સાયખા અને અન્ય વિસ્તારોમાં પેટ્રોલિંગ માટે વિલાયત એસોસીએશન દ્વારા અપાયેલ જીપ ઉપયોગી બની રહેશે.આ પ્રસંગે વિલાયત ઉદ્યોગ મંડળના પ્રમુખ મહેશ વશી, સેક્રેટરી હરીશ જોષી, બાસુકી નાથ,નિર્મલસિંહ યાદવ,પ્રગનેશ પટેલ, જયેશ ત્રિવેદી તેમજ વાગરા પોલીસ મથકના પી.એસ.આઈ. વિક્રમસિંહ રાણા ઉપસ્થિત રહ્યા હતા.

Next Story