Connect Gujarat
ગુજરાત

ભરૂચ : શહેર ભાજપના બક્ષીપંચ મોરચાના ખજાનચીનો દારૂની બોટલ સાથેનો વીડીયો વાઇરલ

ભરૂચ : શહેર ભાજપના બક્ષીપંચ મોરચાના ખજાનચીનો દારૂની બોટલ સાથેનો વીડીયો વાઇરલ
X

ભરૂચ તાલુકાના ભાજપના કેટલાક હોદેદારોની દારૂની પાર્ટીનો વિવાદ શમ્યો નથી ત્યાં બક્ષીપંચ મોરચાના ખજાનચી મુન્નાભાઇનો દારૂની બોટલ સાથેનો વિડીયો વાઇરલ થતાં ખુદ ભાજપની નેતાગીરી ક્ષોભમાં મુકાઇ ગઇ છે.

ગુજરાતમાં દારૂબંધી અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોટ વચ્ચે વાકયુધ્ધ ચાલી રહયું છે તેવામાં ભરૂચમાં ભાજપના બક્ષીપંચ મોરચાના ખજાનચીનો દારૂની બોટલ સાથેનો વિડીયો વાઇરલ થતાં ભાજપના નેતાઓ ક્ષોભમાં મુકાય ગયાં છે. સંજય દત્તની સ્ટાઇલમાં સોનાથી મઢાયેલા રહેતા મુન્નાભાઇ વીડીયોમાં શું કહી રહયાં છે.

દારૂની બોટલ અને ડાયલોગબાજીનો વિડીયો વાઇરલ થતાંની સાથે મુન્નાભાઇ ગાયબ થઇ ગયાં છે. તેમની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેઓ તેમના ઘરે પણ ન મળ્યાં કે ન મળ્યાં તેમની દુકાન ઉપર. બીજી તરફ ભરૂચ એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, વીડીયોમાં દેખાઇ રહેલાં વ્યકતિને પકડવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે.

Next Story