Connect Gujarat
Featured

ભરૂચ : વિશ્વકર્મા જયંતિના દિવસે જાહેર રજા રાખવા પંચાલ સમાજ યુવા સંગઠન દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવાયું

ભરૂચ : વિશ્વકર્મા જયંતિના દિવસે જાહેર રજા રાખવા પંચાલ સમાજ યુવા સંગઠન દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવાયું
X

વિશ્વકર્મા જયંતિ હિન્દુ ધર્મના અનુયાયીઓ માટે અતિ ધાર્મિક મહત્વ ધરાવે છે. આ દિવસને બ્રહ્માંડના દૈવી સુથાર અને આર્કિટેક્ટ ભગવાન વિશ્વકર્માના સન્માનમાં ઉજવાય છે, ત્યારે વિશ્વકર્મા જયંતિનો દિવસ જાહેર રજા તરીકે જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે ભરૂચ જિલ્લા પંચાલ સમાજ યુવા સંગઠન દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

ભગવાન વિશ્વકર્માને વાસ્તુશાસ્ત્ર તેમજ માનવ જીવન ઉપયોગી વિજ્ઞાનના પ્રણેતા માનવામાં આવે છે. વિશ્વકર્મા પુરાણનું પઠન, પાઠન પણ પુણ્યકારક મનાય છે. સૃષ્ટિના પ્રારંભ કાળથી જ ભગવાન વિશ્વકર્મા તરફ સન્માનનો ભાવ રહ્યો છે. વિશ્વકર્મા જયંતિનો તહેવાર દર વર્ષે ભગવાન વિશ્વકર્માની જન્મ જયંતી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ગણતરી 'બુધ્ધિશિધાંત' અનુસાર કરવામાં આવે છે. વિશ્વકર્મા જયંતિ વિશ્વભરના કારીગરો અને કારીગરો માટેનો સૌથી મહત્વપૂર્ણ અને શુભ દિવસ છે. વિશ્વકર્મા જયંતિ કામદાર સમુદાય માટે ખૂબ મહત્વનો દિવસ છે.

તેઓ આ દિવસે ભગવાન વિશ્વકર્માને તેમના સંબંધિત ક્ષેત્રોમાં સફળતા માટે યંત્રો દ્વારા થતી સરળ અને સુરક્ષિત કામગીરી માટે પ્રાર્થના કરે છે. કારીગરો આ દિવસે તેમના યંત્રો-સાધનોની પૂજા કરે છે. વિશ્વકર્મા પૂજા પર પોતાના સાધનોનો ઉપયોગ કરવાનું પણ ટાળે છે. તેથી વિશ્વકર્મા જયંતિના દિવસે ઘણા સ્થળોએ રજા રાખવામાં આવે છે, ત્યારે વિશ્વકર્મા જયંતિના દિવસને જાહેર રજા તરીકે જાહેર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. જેમાં ભરૂચ જિલ્લા પંચાલ સમાજ યુવા સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

Next Story