Connect Gujarat
Featured

ભરૂચ : મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત બાઇક રેલી યોજાઇ, મતદાન કરવા લોકોને કરાઇ અપીલ

ભરૂચ : મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત બાઇક રેલી યોજાઇ, મતદાન કરવા લોકોને કરાઇ અપીલ
X

ભરૂચ જીલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે, ત્યારે મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2021ને અનુલક્ષીને સ્ટેટ વોટર્સ અવેરનેસ પ્રોગ્રામ અંતર્ગત ભરૂચ ખાતે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી તા. 28મી ફેબ્રુઆરીના રોજ યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ અન્વયે ભરૂચ જિલ્લાની તમામ જનતા 100% મતદાન કરે તેવા હેતુસર જનજાગૃત્તિ કેળવવા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ડો. એમ.ડી.મોડિયાના માર્ગદર્શન હેઠળ સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી-ભરૂચ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતેથી મતદાર જાગૃત્તિ કાર્યક્રમ અંતર્ગત બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

મતદાન જાગૃતિ અભિયાન સંદર્ભે જિલ્લા કલેક્ટર ડો. એમ.ડી.મોડીયાએ લીલી ઝંડી બતાવી બાઇક રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ બાઇક રેલી ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી લોકોને મતદાન કરવાનો સંદેશો આપ્યો હતો. તો સાથે જ ભરૂચ જીલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રક્રિયા શાંતિપુર્ણ માહોલમાં અને પારદર્શિતા સાથે યોજાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

Next Story