Connect Gujarat
Featured

ભરૂચ : તડબુચના વાવેતરમાં હવે જરૂર પડે છે માત્ર પાંચ શ્રમિકની, જુઓ નવા મશીનનો થયો આવિષ્કાર

ભરૂચ : તડબુચના વાવેતરમાં હવે જરૂર પડે છે માત્ર પાંચ શ્રમિકની, જુઓ નવા મશીનનો થયો આવિષ્કાર
X

સાંપ્રત સમયમાં ખેતીકામ માટે શ્રમિકોની ઘટ વર્તાઇ રહી છે ત્યારે ખેડુતો પણ નવા મશીનો વસાવીને આધુનિક ખેતી તરફ વળ્યાં છે.

ભરૂચ તથા વડોદરા જિલ્લામાં ખેડુતો હવે આધુનિક મશીનરીનો ઉપયોગ કરી ઓછી મહેનતે વધુ ઉત્પાદન મેળવી રહયાં છે. ખાસ કરીને હવે ખેતીકામ માટે શ્રમિકોની અછત વર્તાય રહી છે કારણ કે મોટા ભાગના શ્રમિકો હવે બીજા રોજગાર તરફ વળી ગયાં છે. શ્રમિકોની અછતના કારણે ખેડુતોને ખેતી કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે. ઉદાહરણ તરીકે 55 એકર જમીનમાં ખેતીમાં રોજ ના 70 થી વધુ મજૂરોની જરૂર પડતી હોય છે. પ્રગતિશીલ ખેડુતોએ હવે તડબુચના વાવેતર માટે આધુનિક મશીનની ખરીદી કરી છે. આ મશીનના કારણે માત્ર પાંચ શ્રમિકોની મદદથી તડબુચનું વાવેતર શકય બની ગયું છે. આધુનિક મશીનના આવિષ્કારથી હવે તડબુચની ખેતી એકદમ સરળ બની છે.

Next Story