Top
Connect Gujarat

ભરૂચ : છોટુ વસાવાની હાર થતાં કોને થઇ સૌથી વધારે ખુશી, કેવી છે સી.આર.પાટીલની પ્રતિક્રિયા

ભરૂચ : છોટુ વસાવાની હાર થતાં કોને થઇ સૌથી વધારે ખુશી, કેવી છે સી.આર.પાટીલની પ્રતિક્રિયા
X

ભરૂચ જિલ્લા પંચાયતના પરીણામોએ સૌને ચોંકાવી દીધી છે. જિલ્લા પંચાયતમાં સત્તાની ચાવી જેની પાસે રહેતી હતી તેવી બીટીપી માત્ર 3 બેઠકોમાં સમેટાઇ ગઇ છે. ભાજપે કોંગ્રેસ પાસેથી 10થી વધારે બેઠકો આંચકી લઇ જિલ્લા પંચાયતમાં બહુમતી સાથે ભગવો લહેરાવ્યો છે. આદિવાસી વિસ્તારોમાં પણ ઝઘડીયાના ધારાસભ્ય છોટુભાઇ વસાવાની પાર્ટી બીટીપીનો એકડો નીકળી ગયો છે. છોટુભાઇ વસાવાના પુત્ર દિલીપ સહિત અનેક દિગ્ગજો ચુંટણી હારી ગયાં છે. છોટુભાઇ વસાવાની પાર્ટીના ઉમેદવારોને હરાવવા માટે ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું હતું અને તેમાં સફળતા પણ મળી છે. બુધવારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલ ટ્રેનમાં સુરત ગયાં હતાં. દરમિયાન ભરૂચ રેલવે સ્ટેશન ખાતે તેમનું સ્વાગત કરાયું હતું. તેમણે જણાવ્યું હતું કે, મતદારોએ મુકેલા વિશ્વાસને ફળીભુત કરાશે અને ભાજપના ચુંટાયેલા પ્રતિનિધિઓ પ્રમાણિકતાથી કામ કરશે.

Next Story
Share it