Connect Gujarat
Featured

ભરૂચ : રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિના દ્વારા “વુમન પ્રીમિયર લીગ”નું આયોજન કરાયું

ભરૂચ : રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિના દ્વારા “વુમન પ્રીમિયર લીગ”નું આયોજન કરાયું
X

ભરૂચના ઝાડેશ્વર ખાતે આવેલ તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિના દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ “વુમન પ્રીમિયર લીગ”નું આયોજન કરવામાં આવ્યું હતું.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે 8મી માર્ચના દિવસે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. દેશ અને રાજ્યમાં સરકાર કન્યા કેળવણી, સ્ત્રી ભ્રૂણહત્યા નિવારણ જેવા પ્રયાસ આદરી નારીઓના ઉત્થાનમાં યોગદાન આપી રહી છે. વર્તમાન સમયમાં અવકાશ સંશોધન અને રમત-ગમત જેવા ક્ષેત્રોમાં પણ મહિલાઓએ પોતાની ક્ષમતા પુરવાર કરી રહી છે ત્યારે ભરૂચ રોટરી ક્લબ દ્વારા મહિલાઓ માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. રોટરી કલબ ભરૂચ ફેમિના દ્વારા ઝાડેશ્વર ખાતે તપોવન સંકાર કેન્દ્રના ગ્રાઉન્ડમાં યોજાનાર વુમન્સ પ્રીમિયર લીગ મેચમાં કુલ 15 મહિલા ટીમોએ ભાગ લીધો હતો. આ ટૂર્નામેન્ટમાં 6 ઓવર અને 8 ખિલાડીઓ સાથે મહિલાણી ટીમ મેદાને ઉતારી હતી. આ પ્રસંગે રોટરી ક્લબના મહિલા પ્રમુખ જાસ્મિન મોદી, સેક્રેટરી વંદના શેઠ, ઇવેંટ ચેરમેન કીર્તિ જોશી તથા રોટરી ક્લબના સભ્યો ઉપસ્થીત રહ્યા હતા.

Next Story