Connect Gujarat
Featured

ભરૂચ: ભોલાવ વિસ્તારમાં આવેલ મંદિરમાં લાલજીની મુર્તિએ દૂધ પીધું હોવાની વાત વાયુવેગે પ્રસરી,પછી શું થયું જુઓ

ભરૂચ: ભોલાવ વિસ્તારમાં આવેલ મંદિરમાં લાલજીની મુર્તિએ દૂધ પીધું હોવાની વાત વાયુવેગે પ્રસરી,પછી શું થયું જુઓ
X

વિષય શ્રદ્ધાનો હોય તો પુરાવાની જરૂર નથી. આ કહેવતને સાર્થક કરતો બનાવ ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ વિશ્વેશ્વર મંદિરે બન્યો હતો. ભોલાવ વિસ્તારમાં આવેલ દેવાલયના મહારાજ પર આજરોજ રવિવારે સવારે ફોન આવ્યો હતો કે અમારા ભગવાન દૂધ પીવે છે. તમારા મંદિરમાં જે ભગવાન છે તે દૂધ પીવે છે તે તપાસ કરો, જેના આધારે મંદિરમાં રાખેલ લાલજીની પીતળની મૂર્તિ સમક્ષ દૂધ ધરતા ભગવાન દૂધ પિતા હોવાનો મહારાજને અભાસ થયો હતો અને આ વાત વાયુ વેગે પ્રસરતા મંદિરમાં શ્રધ્ધાળુઓના ટોળા જમ્યા હતા અને લોકોએ ભગવાનની મૂર્તિને દૂધ પીવડાવ્યું હોઈ એવી અનુભૂતિ કરી હતી.આ અંગે એક શ્રધ્ધાળું પારુલબેન ગોહિલએ જણાવ્યું હતું કે આ વાતની જાણ થતા અમે મંદિરે દોડી આવ્યા અને અમારા હાથે અમે લાલજીને દૂધ પીવડાવવાનો લાહવો લઇ ધન્યતા અનુભવી છે.

તો આ અંગે ભરૂચના ખગોળશાસ્ત્રી અને રેશનાલીસ્ટ અરવિંદ પંચાલે જણાવ્યું હતું કે કેપીલરી એક્શન અને સર્ફેસ ટેન્શન આ બેઉ વૈજ્ઞાનિક સિદ્ધાંતોના કારણે ચમચી જયારે મૂર્તિને અડકે છે ત્યારે દૂધ ધીરે ધીરે નીચે ઉતરે છે અને લોકોને એવો અભાસ થાય છે કે મૂર્તિમાં દૂધ જઈ રહ્યું છે. આ માત્ર એક અંધશ્રદ્ધા છે અને વૈજ્ઞાનિક અભિગમના લીધે થતી ઘટના છે.

Next Story