Connect Gujarat
ગુજરાત

ભરૂચ : દહેજની ટેકનીક કંપનીમાં સ્ટીલના પાઇપનું જોઇન્ટ તુટતાં કામદારનું મોત

ભરૂચ : દહેજની ટેકનીક કંપનીમાં સ્ટીલના પાઇપનું જોઇન્ટ તુટતાં કામદારનું મોત
X

દહેજ જીઆઇડીસીમાં આવેલી ટેકનીક કંપનીમાં એમ- 1 પ્લાન્ટમાં

સ્ટીલના પાઇપના ટેસ્ટીંગ વેળા પ્રેસર વધી જવાના કારણે વેલ્ડીંગ તુટી જતાં કાટમાળ

વાગવાથી એક કામદારનું મોત થયું હતું. ઘટના બાદ કામદારોએ હોબાળો મચાવતાં પોલીસ

કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો.

પોલીસ સુત્રીય માહીતી અનુસાર મુળ બિહારનો રહેવાસી રાજેશ શશીભુષણસિંગ દહેજની

ટેકનીક કંપનીમાં કામ કરે છે. કંપનીના એમ-1 પ્લાન્ટમાં પાઇપોના ટેસ્ટીંગ માટે મશીનથી

પાણી ઉપરના ભાગે ચઢાવવામાં આવી રહયું હતું. આ વખતે પાઇપમાં પ્રેસર વધી જવાથી

સ્ટીલની પાઇપને મારેલું વેલ્ડીંગ તુટી જતાં તેનો કાટમાળ રાજેશને માથાના ભાગે

વાગતાં તે ગંભીર રીતે ઘવાયો હતો. તેને સારવાર માટે ખસેડાયો હતો પણ તેનું મોત થઇ

ચુકયું હતું. બનાવ સંદર્ભમાં જીતેન્દ્ર ભગતે દહેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

નોંધાવતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story