Connect Gujarat
ગુજરાત

ભરૂચઃ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા યોજાયો આશ્ચર્યજનક કાર્યક્રમ, કર્યા સૂત્રોચ્ચાર

ભરૂચઃ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા યોજાયો આશ્ચર્યજનક કાર્યક્રમ, કર્યા સૂત્રોચ્ચાર
X

ભાગેડુ વિજય માલ્યા સાથે નાણામંત્રી અરૂણ જેટલીનું નામ જોડાતાં રાજકારણ ગરમાયું છે.

ભરૂચ યુથ કોંગ્રેસ દ્વારા આઝરોજ સ્ટેશન વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. છેલ્લા બે દિવસથી દેશનાં ભાગેડૂ એવા વિજય માલ્યા સાથે નાણા મંત્રી અરૂણ જેટલીનું નામ જોડાતાં વિરોધનાં વંટોળ ઉભા થયા છે. જે અનુસંધાને યુથ કોંગ્રેસે ગોલમાલ અગેઈનનાં બેનર સાથે વિરોધ દર્શાવી સૂત્રોચ્ચાર કર્યા હતા.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="65163,65164,65165,65166"]

દેશની બેંકોને અબજો રુપિયાનું ફુલેકુ ફેરવી લંડન ભાગી ગયેલા વિજય માલ્યાને કારણે હાલ રાજકારણમાં ઘમાસાણ મચ્યું છે. માલ્યાએ લંડન જતા પહેલા નાણાં મંત્રી અરુણ જેટલી સાથે મુલાકાત કરી હોવાનો દાવો કર્યા બાદ કોંગ્રેસ જેટલી અને એનડીએ સરકાર પર તૂટી પડી છે.

દેશભરમાં થઈ રહેલા વિરોધ પ્રદર્સનમાં ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસ પણ જોડાયું હતું. અને ગોલમાલ અગેઈનનાં બેનર સાથે રેલવે સ્ટેશન ખાતે આવેલી ડો. બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા પાસે ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા.

Next Story