Connect Gujarat
સમાચાર

ભરૂચના નવયુવાન પર તમંચો ટાંકી આફ્રિકન નિગ્રો લુંટારૂઓએ ચલાવી લૂંટ

ભરૂચના નવયુવાન પર તમંચો ટાંકી આફ્રિકન નિગ્રો લુંટારૂઓએ ચલાવી લૂંટ
X

દ.આફ્રિકામાં નિગરો દ્વારા ભરૂચ જિલ્લાના વધુ એક યુવાન પર હુમલો કર્યો. હુમલામાં યુવાનનો ઇજાગ્રસ્ત થયો.

દક્ષિણ આફ્રિકાના લેનાસીઆ માં ભરૂચ જિલ્લાના પગૂંથન ગામના યુવાન ઇમરાન અબ્બાસ કાવીવાળા છેલ્લા પાંચ વર્ષથી રોજી રોટી માટે દક્ષિણ આફ્રિકામા સ્થાયી થયા છે . અને લેનાસીઆમાં પોતાની દુકાન ચલાવે છે. ગત રોજ તેઓ પોતાની દુકાનમાં હતા. ત્યારે ત્રણ નિગરો લોકો લૂંટના ઇરાદે ગ્રાહકના સ્વાગમાં આવ્યા હતા. એક નિગરોએ સામાનની ખરીદી કર્યા પછી ઇમરાન ઉપર ઓચિંતો હુમલો કર્યો હતો અને બીજા બે નિગરો દુકાનમા લૂંટ ચલાવતા હતા. આ દરમ્યાન એક લૂંટારુએ ઇમરાનને માથાના ભાગે દેશી તમંચો મારતા ઇમરાનને માથાના ભાગે ઇજા થઇ હતી. લૂંટારુઓ પોતાનું કામ પતાવી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ઇમરાનને હોસ્પિટલ સારવાર અર્થે લઇ જવાયો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ ઘરે પરત ફર્યા હતા. હાલમાં ભરૂચ જિલ્લાના રહીશો પર આવા હુમલાની ઘટનાઓ વધવા પામી છે જે ભારત સરકાર માટે ચિંતાનો વિષય બની રહ્યો છે.

Next Story