Connect Gujarat
ગુજરાત

ભરૂચ ઝુલેલાલ મંદિર દ્વારા ૩જો વિશાળ યુરોલોજી સર્જીકલ કેમ્પ યોજાયો

ભરૂચ ઝુલેલાલ મંદિર દ્વારા ૩જો વિશાળ યુરોલોજી સર્જીકલ કેમ્પ યોજાયો
X

ભરૂચ ખાતે જય ઝુલેલાલ(વરૂણદેવ) મંદિર દ્વારા જય ઝુલેલાલ હોસ્પિટલ ખાતે ૩જો વિશાળ યુરોલોજી સર્જીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઝુલેલાલ મંદિર ટ્રસ્ટના અગ્રણીએ એક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે ઝુલેલાલ મંદિરના ગાદીપતિ ઠકુરસાંઇ સાહેબના આશિર્વાદ અને પ્રેરણાથી ૧૯૯૪ થી તેઓ દ્વારા હિન્દુસ્તાનના દરેક શહેરોમાં કેમ્પ શરૂ કરાયો હતો. ભરૂચમાં આજે ૯૪મો યુરોલોજી કેમ્પ છે. યુરોલોજીના આ કેમ્પમાં કિડની,પથરી,પ્રોસ્ટેટ તથા પેશાબના રોગોનું ચેક-અપ,સોનોગ્રાફી, બ્લડ ટેસ્ટ તથા મફત ઓપરેશ માટે ૫૦ જેટલા નિષ્ણાંત ડોકટરો દ્વારા તા.૧૬મીના રોજ પ્રાથમિક તપાસ હાથ ધરાઇ હતી જેમાં ૨૯૦ જેટલા દર્દીઓએ આ કેમ્પમાં પોતાનું નામનું રજીસ્ટ્રેસન કરાવ્યું છે. અમેરીકાના સુપ્રસિધ્ધ તબીબ ડૉ. મન્ટુ ગુપ્તા તથા અન્ય તબીબી ટીમ દ્વારા આગામી તા. ૨૩ થી ૨૬ ડીસેમ્બરના રોજ ઓપરેશન તથા નિ:શુક્લ સારવાર આપવામાં આવશેનું જણાવાયું હતું.

Next Story