Connect Gujarat
Featured

ભરૂચ : મુલદ ગામની સીમમાંથી ઝઘડીયા પોલીસે રૂ. 15 લાખથી વધુની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

ભરૂચ : મુલદ ગામની સીમમાંથી ઝઘડીયા પોલીસે રૂ. 15 લાખથી વધુની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
X

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના મુલદ ગામની સીમમાં જુવારના ખેતરમાં કોઈ અજાણ્યા ઈસમો દ્વારા દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની પોલીસને બાતમી મળી હતી, ત્યારે ઝઘડીયા પોલીસે રૂપિયા 15 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.

મળતી માહિતી અનુસાર, ઝઘડીયા તાલુકાના ઉચેડીયા ગામનો શકદાર નવીન ઉર્ફે ડોન રણછોડ પટેલ આગામી ઝઘડીયા તાલુકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવતી હોય ત્યારે દારૂ વેચાણ કરવા સારૂ ગેરકાયદેસર અને વગર પરમીટનો ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂની કુલ બોટલ નંગ 3024 જેની કુલ કિંમત રૂ. 15,12,000/-નો મુદામાલ મોટા જથ્થામાં મંગાવી સંગ્રહ કરી મુલદ ગામની સીમમાં બુધા વસાવાના જુવારના ખેતરમાં રાખેલ હોવાની બાતમી ઝઘડીયા પોલીસને મળી હતી, ત્યારે બાતમીના આધારે પોલીસે મુલદ ગામની સીમમાં જુવારના ખેતરમાં શોધખોળ કરતાં સંગ્રહ કરેલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

ઝઘડીયા પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરી શકદાર વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story
Share it