Connect Gujarat
ભરૂચ

ભરૂચ : આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ફીટ ઇન્ડીયા ફ્રીડમ રન યોજા

ભરૂચ : આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ફીટ ઇન્ડીયા ફ્રીડમ રન યોજા
X

દેશની આઝાદીને 75 વર્ષ પુર્ણ થતાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે ભરૂચમાં ફીટ ઇન્ડીયા ફ્રીડમ રનનું આયોજન કરવામાં આવ્યું છે.

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સંચાલિત સિનિયર કોચ કચેરી અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સંયુકત ઉપક્રમે આઝાદીના અમૃત મહોત્સવ અન્વયે ભરૂચ જિલ્લા ખાતે ફિટ ઇન્ડિયા ફ્રિડમ રનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાઇઓ માટે આયોજીત દોડમાં મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો. દોડનો પ્રારંભ રાષ્ટ્રગીતથી કરવામાં આવ્યો હતો.

નિવાસી અધિક કલેકટર જે.ડી.પટેલના હસ્તે લીલીઝંડી બતાવી દોડને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. કલેકટર કચેરી ખાતેથી શરૂ થયેલી દોડ માતારિયા તળાવથી પરત કલેકટર કચેરી સુધી આવી હતી. આ પ્રસંગે રમતગમત અધિકારી અને સિનિયર કોચ રાજન ગોહીલ, ડીઇઓ કચેરીના ડૉ. સંગીતા મિસ્ત્રી, ડૉ. દિવ્યેશ પરમાર, કલ્પેશ પરમાર, જાગૃતિબેન પંડયા સહિતના મહેમાનોએ હાજર રહી સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો.

ફ્રીડમ રનમાં ભરૂચની જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલ, એમિટી હાઇસ્કુલ, સ્વામીનારાયણ ગુડવીલ સ્કુલ, શ્રવણ વિદ્યાલય, નારાયણ વિદ્યાવિહાર, સદ વિદ્યામંડળ તથા પ્રાર્થના વિદ્યાલય, સાધના વિદ્યાલય, નવજીવન વિદ્યાલયના એનએસએસ યુનિટના કેડેટસે ભાગ લીધો હતો.

Next Story
Share it