Connect Gujarat
ભરૂચ

ભરૂચ : જીવનથી કંટાળી મહિલા પહોંચી "જીવન" ટુંકાવવા, જુઓ નર્મદા મૈયા બ્રિજ પર શું બન્યું

ભરૂચનો નર્મદા મૈયા બ્રિજ સુસાઇડ પોઈન્ટ બની રહ્યું હોય તેમ જણાઈ રહ્યું છે

ભરૂચ : જીવનથી કંટાળી મહિલા પહોંચી જીવન ટુંકાવવા, જુઓ નર્મદા મૈયા બ્રિજ પર શું બન્યું
X

ભરૂચનો નર્મદા મૈયા બ્રિજ સુસાઇડ પોઈન્ટ બની રહ્યું હોય તેમ જણાઈ રહ્યું છે. જ્યારથી નર્મદા મૈયા બ્રિજ બન્યો છે ત્યારથી આજદિન સુધીઓ આત્મહત્યાના અનેક બનાવો સામે આવ્યા છે. ત્યારે એક મહિલા પણ નર્મદા મૈયા બ્રિજ પર કોઈ કારણોસર આત્મહત્યા કરવા આવી પહોચી હતી. જોકે આ મહિલાને ત્યાં હાજર સ્થાનિકો અને પોલીસની મદદે બચાવી લેવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, આજે સવારનાં સમયે ભરૂચ અને અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ ઉપર આત્મહત્યા કરવા આવેલી એક મહિલાને સ્થાનિક રાહદારી તેમજ સી ડીવીઝન પોલીસની મદદથી તેને બચાવી લેવાઇ હતી, આ મહિલા નર્મદા નદીમાં ઝંપ લાવે તે પહેલા જ સ્થાનિકે તેને જોતા તેણીને રોકી હતી અને સમજાવવાના પ્રયાસો કર્યા હતા. જોકે સ્થાનિકોએ મામલા અંગે ધારાસભ્ય દુષ્યંત પટેલને ફોન કરતા ધારાસભ્ય દ્વારા તાત્કાલિક ઘટના અંગે સી ડિવિઝન પોલીસને જાણ કરી હતી અને પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. બાદમાં મહિલાને સમજાવી પીસીઆર વાનમાં તેને સી ડિવિઝન પોલીસ મથકે લઇ જઈ મામલા અંગે તેની પૂછપરછ હાથધરી હતી.

મહત્વની બાબત છે કે, નર્મદા મૈયા બ્રિજ જાણે કે આત્મહત્યા માટેનું કેન્દ્ર બિંદુ બનતું હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે છેલ્લા કેટલાક દિવસથી આ બ્રિજ ઉપરથી કેટલાય લોકોએ કુદી જઈ પોતાના જીવનનો અંત કર્યો છે. ત્યારે આજે વધુ એક ઘટના સ્થાનિક રાહદારી મુનાફ પઠાણ અને ધારાસભ્ય દુષ્યંત પટેલની સતર્કતાથી ટળી હતી અને મહિલાને સહી સલામત પોલીસ વિભાગને સુપ્રત કરવામાં આવતા પોલીસે પણ મામલે મહિલાના પરિવારને ઘટના અંગે માહિતગાર કરવાની તજવીજ શરૂ કરી હતી.

Next Story