Connect Gujarat
ભરૂચ

ભરૂચ: નર્મદા નદીમાં બે અલગ અલગ સ્થળોએથી મળ્યા મૃતદેહ

ભરૂચ: નર્મદા નદીમાં બે અલગ અલગ સ્થળોએથી મળ્યા મૃતદેહ
X

ભરૂચ જિલ્લામાં છેલ્લા એક મહિનાથી નર્મદા નદીમાંથી અજાણ્યા વ્યક્તિઓના મૃતદેહ મળી આવવાનો સિલસિલો યથાવત્ રહ્યો છે આજે પણ સવારના સમયે ભરૂચ અને અંકલેશ્વર તરફના નર્મદા નદીના છેડા ઉપરથી બે અજાણ્યા પુરૂષોના મૃતદેહ મળી આવ્યા હતા જેના પગલે પોલીસે મૃતદેહોનો કબજો મેળવી વાલીવારસોની શોધખોળ આરંભી હતી.

ભરૂચના મકતમપુર બોરભાઠા બેટમાં મેલડી માતાના મંદિરના નર્મદા નદીના ઓવારે એક અજાણ્યા પુરુષનો મૃતદેહ છેલ્લા ત્રણ દિવસથી પડ્યો હોય અને તે મૃતદેહ શ્વાનો અને પક્ષીઓ માટે ખોરાક બની રહ્યું હોવાની જાણ ભરૂચના સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને થતા તેઓએ સવારે સ્થળ ઉપર દોડી જઇ પોલીસને જાણ કરી મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વાલીવારસોની શોધખોળ આરંભી હતી જોકે આ મૃતદેહ વિકૃત હાલતમાં હોય ઓળખ કરવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે જ્યારે અન્ય એક મૃતદેહ પણ અંકલેશ્વરના બોરભાઠાબેટ તરફના નર્મદા નદીના કિનારેથી મળી આવ્યો હતો.

જેની જાણ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને થતા તેઓએ તેમની ટીમ સાથે સ્થળ પર દોડી આવી પોલીસને જાણ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લાની ભાગોળમાંથી વહેતી પાવન સલિલા માં નર્મદા નદીમાંથી છેલ્લા એક મહિનાથી અજાણ્યા પુરુષનો અને મહિલાના મૃતદેહો મળી આવવાનો સિલસિલો યથાવત્ રહ્યો છે અને માત્ર ૩૦ દિવસના ટૂંકાગાળામાં જ નર્મદા નદીમાંથી જ ૧૦થી વધુ મૃતદેહો મળ્યા હોવાની માહિતી મળી છે.

Next Story