Connect Gujarat
ભરૂચ

50 વર્ષીય શિક્ષકે 11 વર્ષની છાત્રાને જકડી લીધી બાહુપાશમાં, વાંચો કયાંની છે ઘટના

હાંસોટના કાંટાસાયણ ગામની પ્રાથમિક શાળાના શિક્ષક વિરૂધ્ધ છાત્રાની છેડતીની ફરિયાદ નોધાતાં શિક્ષણ આલમમાં ચકચાર મચી છે.

હાંસોટના કાંટાસાયણ ગામની પ્રાથમિક શાળાના શિક્ષક વિરૂધ્ધ છાત્રાની છેડતીની ફરિયાદ નોધાતાં શિક્ષણ આલમમાં ચકચાર મચી છે.

હાંસોટ તાલુકાના કાંટાસાયણ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં ઇશ્વર પટેલ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાય છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર કોરોનાની મહામારીના કારણે શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ બંધ કરી દેવાયું હતું પણ સોમવારથી શાળાઓ ફરી ખુલી હતી. શાળાઓ શરૂ થતાં કાંટાસાયણ શાળામાં પણ વિદ્યાર્થીઓ રાબેતા મુજબ અભ્યાસ માટે આવ્યાં હતાં. તે વેળા આરોપી શિક્ષકે 11 વર્ષીય છાત્રાને તારૂ માપ લેવાનું છે તેમ કહી બાહુપાશમાં જકડી લીધી હતી. શિક્ષકની બાથમાંથી છુટીને ભાગવા જતાં છાત્રાનું ફ્રોક પણ ફાટી ગયું હતું. છાત્રાએ શિક્ષકના કરતુત અંગે તેની માતાને જાણ કરી હતી.

છાત્રાની માતા તથા ગામના આગેવાનો શાળાએ પહોંચ્યા હતાં પણ શિક્ષકે આવું કઇ જ કર્યું ન હોવાની કેફીયત રજુ કરી હતી. પણ ફરિયાદીના જણાવ્યા અનુસાર આરોપી શિક્ષક અગાઉ પણ છાત્રાઓ સાથે છેડછાડ કરી ચુકયો છે. બનાવ સંદર્ભમાં શિક્ષક ઇશ્વર પટેલ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આરોપી વિરુધ્ધ ઈ પી કો કલમ 354 (એ) (ડી), 323,427, ત્થા પોકસો એક્ટ કલમ હેઠળ કલમ 8,12 ત્થા આઇ ટી એક્ટ કલમ 67, 67(એ) મુજબ ગુનો નોંધી આરોપી ઈશ્વર પટેલની અટક કરી પૂછપરછ હાથ ધરી છે.

Next Story