Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ઝઘડીયાના ઉમલ્લા પોલીસના વાહન ચેકિંગ દરમિયાન પરપ્રાંતિય બાઇક ચોર ઝડપાયો

પોલીસે આરોપીની 6 બાઈક કબ્જે કરી 1.80 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે વધુ એક સાગરીતને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા

ભરૂચ : ઝઘડીયાના ઉમલ્લા પોલીસના વાહન ચેકિંગ દરમિયાન પરપ્રાંતિય બાઇક ચોર ઝડપાયો
X

ભરૂચ જિલ્લામાં દિન પ્રતિદિન વાહન ચોરીની ઘટના વધવા પામી હતી. જેને લઇ જિલ્લા પોલીસ તંત્ર સક્રિય થવા પામ્યું હતુ. વાહનોની તસ્કરીના ભેદ ઉકેલવા ઝઘડિયા તાલુકાની ઉમલ્લા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ વી.આર.ઠુમ્મર અને સ્ટાફના દિલિપભાઇ,પરેશભાઇ વિગેરે જવાનો સાથે વાહન ચેકીંગમા હતા. તે દરમિયાન ઉમલ્લા પાસે આવેલ RPL પાસેથી 'રાજ્ય સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ મોબાઇલ "પોકેટકોપ" તેમજ ઇ-ગુજકોપની મદદથી મોટર સાયકલ નંબર- GJ-16-DD-4723 આવતા તેને રોકી હતી અને તપાસ કરતા તે અંકલેશ્વર શહેર પોલીસ મથક વિસ્તારમાંથી ચોરી થઇ હોવાનું સામે આવ્યું હતુ. જેથી ઉમલ્લા પોલીસે વાહન ચાલાક ધૂંધેરીયા અમરસીંગ સોલંકી ઉમર વર્ષ ૨૨ રહેવાસી મધ્યપ્રદેશના ઓને કડકાઈથી પુછપરછ કરતા મોટર સાઇકલ અંકલેશ્વર ખાતેથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. જેને લઇ પોલીસે CRPC 102 મુજબ અટકાયત કરી વધુ ઊંડાણ પૂર્વક તપાસ કરતા અંકલેશ્વર ભરૂચ અને સુરત ખાતેથી વિસ્તારમાંથી આશરે 10 મોટર સાયકલોની ચોરી કરી પોતાના વતન મધ્ય પ્રદેશ અલીરાજપુર જીલ્લાના ઘોઘલપૂર ગામ નજીક ઝાડીમાં છુપાવી હોવાની કબૂલાત કરી હતી.

ઉમલ્લા પોલીસે મધપ્રદેશ ખાતેથી 10 મોટરસાઇકલ કબ્જે કરી રૂપિયા 1.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ એક આરોપી કૈલાશ ઇસરીયા સોલંકી રહેવાસી મઘ્યપ્રદેશનાઓને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.ઉલ્લેખનીય છેકે રાજપારડી પોલીસે પણ અવારનવાર એમ.પી.તરફના તસ્કરોને ઝડપી પાડી મોટી સંખ્યામાં ચોરીની બાઇકોનો ભેદ ઉકેલ્યો હતો.

Next Story