Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : દારૂ સગેવગે કરવા GIDC આવેલા 2 બુટલેગર ઝડપાયા, રૂ. 5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

ભરૂચ LCB પોલીસની ટીમે અંકલેશ્વર GIDCમાં આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિર નજીક અમી કોલોની પાસે રેડ કરી હતી

અંકલેશ્વર : દારૂ સગેવગે કરવા GIDC આવેલા 2 બુટલેગર ઝડપાયા, રૂ. 5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
X

ભરૂચ LCB પોલીસે અંકલેશ્વર GIDCના પશુપતિનાથ મહાદેવ મંદિર નજીક આવેલ અમી કોલોનીના ગેટ પાસેથી કાર મારફતે વિદેશી દારૂ સગેવગે કરવા આવેલ 2 બુટલેગરને રૂપિયા 5.50 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. મળતી માહિતી અનુસાર, ભરૂચ LCB પોલીસની ટીમે અંકલેશ્વર GIDCમાં આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિર નજીક અમી કોલોની પાસે રેડ કરી હતી. જેમાં બાતમીના આધારે પોલીસને અમી કોલોની ગેટ પાસે ફોર્ડ ઇકો કાર નં. GJ-06-HL-9182માંથી વિદેશી દારૂ સગેવગે કરવાની ફિરાકમાં રહેલ 2 બુટલેગર વિશાલ વસાવા અને અભિષેક ઉર્ફે પિન્ટુ વસાવાને રંગે હાથે ઝડપી પાડ્યા હતા.

LCB પોલીસે ગેરકાયદેસર વેચાણ અર્થે રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ 420 કિંમત રૂપિયા 46,800 તથા 2 નંગ મોબાઈલ કિંમત રૂપિયા 13,000 અને ઇકો ફોર્ડ કારની કિંમત રૂપિયા 5 લાખ મળી કુલ 5,59,800 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. LCB પોલીસની પ્રાથમિક તપાસમાં વધુ 3 બુટલગેરના નામ ખુલ્યા હતા. જેમાં પોલીસે ઝઘડીયા-તલોદરાના કુખ્યાત બુટલગેર નિકેશ મોદી તથા અંકલેશ્વર-કૈલાસ ટેકરીના રહેવાસી ભાવિક મોદી અને વાલિયા-વિઠ્ઠલગામના રહેવાસી રાહુલ વસાવાને વોન્ટેડ જાહેર કરી GIDC પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવતા પોલીસે વોન્ટેડ આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

Next Story