Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : વાલિયા રોડ ઉપર મોબાઈલ ઝૂંટવીને ભાગતા 2 લબરમૂછિયા ઝડપાયા...

બન્ને લબરમૂછિયા અને ઝડપી પાડી મેથીપાક ચખાડ્યો હતો. ત્યારબાદ બન્ને લબરમૂછિયાઓને પોલીસને હવાલે કર્યા

અંકલેશ્વર : વાલિયા રોડ ઉપર મોબાઈલ ઝૂંટવીને ભાગતા 2 લબરમૂછિયા ઝડપાયા...
X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-વાલિયા માર્ગ પર એક યુવતીનો મોબાઈલ ઝૂંટવી ભાગવાનો પ્રયાસ કરતા 2 લબરમૂછિયા ઝડપાયા હતા. જોકે, બન્ને પાસેથી ચોરી કરેલા વધુ મોબાઇલ મળી આવતા પોલીસે આગળની તપાસ આરંભી છે.

મળતી માહિતી અનુસાર, વાલીયાથી અંકલેશ્વર તરફ જવાના માર્ગ ઉપરથી એક યુવતી પસાર થઇ રહી હતી, તે દરમિયાન મોટરસાયકલ ઉપર આવેલા 2 લબરમૂછિયાઓએ યુવતીનો મોબાઈલ ઝૂંટવી ભાગવાનો પ્રયાસ કરતા આજુબાજુ હાજર લોકોએ બન્ને લબરમૂછિયા અને ઝડપી પાડી મેથીપાક ચખાડ્યો હતો. ત્યારબાદ બન્ને લબરમૂછિયાઓને પોલીસને હવાલે કરતાં પોલીસે ઝડપાયેલા લોકોની પૂછપરછ કરતાં તેઓ પાસેથી ચોરીના અન્ય મોબાઇલ પણ મળી આવ્યા હતા..

ત્યારે મોબાઈલની તસ્કરી કરતાં ઇસમો મોહમ્મદ રસીદ તથા હનીફ શેખ હોવાની ઓળખ આપી હતી. બન્ને પાસેથી મોટરસાયકલ તથા ચોરીના મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી અન્ય કેટલાક સ્થળોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે તે દિશામાં પોલીસે તપાસ આરંભી છે.

Next Story
Share it