Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : "તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા"ના કલાકાર શરદ સાંકલા ઉર્ફે અબ્દુલે લીધી "ભૂખ્યાને ભોજન" સંસ્થાની મુલાકાત

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકાર શરદ સાંકલા ઉર્ફે અબ્દુલ દ્વારા અંકલેશ્વરની મુલાકાત લેવામાં આવી હતી.

અંકલેશ્વર : તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકાર શરદ સાંકલા ઉર્ફે અબ્દુલે લીધી ભૂખ્યાને ભોજન સંસ્થાની મુલાકાત
X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત જરૂરિયાતમંદ લોકો માટે ચાલતી "ભૂખ્યાને ભોજન" સંસ્થા ખાતે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકાર શરદ સાંકલા ઉર્ફે અબ્દુલ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી.

અંકલેશ્વર જીઆઇડીસી પ્રતિન ચોકડી વિસ્તાર સ્થિત છેલ્લા અઢી વર્ષથી ચાલતી સેવાભાવી સંસ્થા "ભૂખ્યાને ભોજન" ખાતે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકાર શરદ સાંકલા ઉર્ફે અબ્દુલે મુલાકાત લીધી હતી. આ પ્રસંગે શરદ સાંકલાએ "ભૂખ્યાને ભોજન" સંસ્થાના તમામ સભ્યોને સુંદર સેવાકાર્ય કરવા બદલ શુભેચ્છા પાઠવી હતી. આ સાથે જ શરદ સાંકલાએ પોતે પણ લોકોને મદદ કરવાની તૈયારી દર્શાવી હતી. શુભ અવસરે ભરૂચ જિલ્લાની તમામ જનતાને દિવાળી તેમજ નવા વર્ષની શુભેચ્છાઓ પણ પાઠવી હતી. "ભૂખ્યાને ભોજન" સંસ્થાના પ્રણેતા માંગીલાલ રાવલની દુકાનની પણ મુલાકાત લીધી હતી. આ ઉપરાંત સંગીત ક્ષેત્રે કાર્ય કરતા બોરભાઠા બેટના જયેશ પટેલના જન્મદિવસની ઉજવણી કરી હતી.

Next Story