Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : દહેજ અદાણીમાંથી નીકળતો ઓસ્ટ્રેલિયન કોલસાનો કૌભાંડનો મામલો,12 ઈસમો ઝડપાયા

લક્ષ્મી સ્ટીલ ગોડાઉનની બાજુમાં દહેજ અદાણીથી નીકળતો અને ટ્રાન્સપોર્ટમાં જતો ઓસ્ટ્રેલિયન કોલસો સગેવગે કરવાના કૌભાંડના મામલે વધુ 12 ઈસમો પોલીસે ઝડપી પાડ્યા હતા.

અંકલેશ્વર : દહેજ અદાણીમાંથી નીકળતો ઓસ્ટ્રેલિયન કોલસાનો કૌભાંડનો મામલો,12 ઈસમો ઝડપાયા
X

અંકલેશ્વર હાઇવે ઉપર આવેલ લક્ષ્મી સ્ટીલ ગોડાઉનની બાજુમાં દહેજ અદાણીથી નીકળતો અને ટ્રાન્સપોર્ટમાં જતો ઓસ્ટ્રેલિયન કોલસો સગેવગે કરવાના કૌભાંડના મામલે વધુ 12 ઈસમો પોલીસે ઝડપી પાડ્યા હતા.

મળતી માહિતી મુજબ ભરૂચ એલસીબી પોલીસે બાતમીના આધારે અંકલેશ્વર હાઇવે ઉપર આવેલ કાપોદ્રા પાસેના લક્ષ્મી સ્ટીલ ગોડાઉનની બાજુમાં ગત 23મી મેના રોજ દહેજ અદાણીથી નીકળતો અને ટ્રાન્સપોર્ટમાં જતો ઓસ્ટ્રેલિયન કોલસો સગેવગે કરાતા કોલસા કૌભાંડ પર દરોડા પાડ્યા હતા. પોલીસે ટ્રકમાંથી ઓસ્ટ્રેલિયન કોલસો કાઢી ફ્લાયએશ અને થાનની માટી ભેળવી દેવાનું રેકેટ પકડી પાડ્યું હતું અને સ્થળ પરથી 55 ટન કોલસો, 50 ટન માટી, 20 ટન ફ્લાયએશ, ટ્રક, લોડર, 5 મોબાઈલ મળી કુલ 18.65 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. અગાઉ સાત આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જયારે આ કોલસા કૌભાંડમાં સંડોવાયેલ વધુ આરોપી કોસંબાના સારબી એપાર્ટમેન્ટમાં રહેતો અંકિત સુમેરસિંહ રાઠોડ,કિશોર વિષ્ણુપદ વિશ્વાસ,મનદીપકુમાર દેવમની તિવારી અને પરેશકુમાર સુરેશ પટેલ,વિરેન્દ્રસિંહ બળવંતસિંહ ખેર,દિનેશ હરજીવન પટેલ સહીત 12 ઈસમોને ઝડપી પાડ્યા હતા.

Next Story