Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : નેશનલ હાઇવે પર ટોલ પ્લાઝા નજીકથી દારૂનો જથ્થો ભરેલ કન્ટેનર ઝડપાયું, રૂ. 32 લાખનો મુદ્દામાલ જપ્ત

ભરૂચ-અંક્લેશ્વર નેશનલ હાઇવે ઉપર ટોલ પ્લાઝા નજીકથી વિદેશી દારૂ ભરેલ કન્ટેનર સાથે 1 ઈસમને ઝડપી પાડી કુલ 32 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વર : નેશનલ હાઇવે પર ટોલ પ્લાઝા નજીકથી દારૂનો જથ્થો ભરેલ કન્ટેનર ઝડપાયું, રૂ. 32 લાખનો મુદ્દામાલ જપ્ત
X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર પોલીસે ભરૂચ-અંક્લેશ્વર નેશનલ હાઇવે ઉપર ટોલ પ્લાઝા નજીકથી વિદેશી દારૂ ભરેલ કન્ટેનર સાથે 1 ઈસમને ઝડપી પાડી કુલ 32 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મહારાષ્ટ્ર પુના ખાતેથી કન્ટેનર નં. MH-04-KU-3872માં વિદેશી દારૂનો મોટો જથ્થો સુરત વડોદરા તરફ જવાનો છે જેવી બાતમીના આધારે અંકલેશ્વર શહેર પોલીસે ભરૂચ-અંક્લેશ્વર નેશનલ હાઇવે ઉપર ટોલ પ્લાઝા નજીક વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળું કન્ટેનર આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 9120 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે રૂ. 22.24 લાખનો દારૂ અને કન્ટેનર મળી કુલ રૂ. 32.29 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. હરિયાણા ખાતે રહેતા ચાલક રમેશકુમાર શ્રીચંદ અમરસિંગ જાટનેને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય એક શખ્સને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story