Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર જીઆઇડીસી.પોલીસે ચોરીની બાઈક સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો

પોલીસ નાઈટ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે કેડીલા કંપની સામેથી ચોરી થયેલ બાઈક સાથે એક ઈસમ કનોરીયા ચોકડી તરફ આવનાર છે

અંકલેશ્વર જીઆઇડીસી.પોલીસે ચોરીની બાઈક સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો
X

અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકનો સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે કેડીલા કંપની સામેથી ચોરી થયેલ બાઈક સાથે એક ઈસમ કનોરીયા ચોકડી તરફ આવનાર છે જેવી બાતમીના આધારે પોલીસે ઉદ્યોગ નગર રેલવે સ્ટેશન પાસે વોચમાં હતો. તે દરમિયાન બાતમી વાળો ઈસમ આવતા પોલીસે તેને અટકાવી બાઇકના દસ્તાવેજો માંગતા તેને સંતોષકારક જવાબ નહિ આવતા પોલીસે રાજપીપળા રોડ ઉપર આવેલ સોનમ સોસાયટીમાં રહેતો રમેશકુમાર બબનસીગ કુર્મીને ઝડપી પાડ્યો હતો બાઈક અને ફોન મળી કુલ 25 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલ આરોપી રીઢો વાહન ચોર હોવાનું બહાર આવ્યું છે.

Next Story